અરવલ્લી જીલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા તાજેતરમાં આંગણવાડી કેન્દ્રો માટે કાર્યકરો અને તેડાગર મહિલા માટે ભરતી યોજવામાં આવી હતી,ભરતી પ્રક્રિયા શરૂઆતથી જ વિવાદનું કેન્દ્ર બની હતી ભરતી પ્રક્રિયા પછી પણ જાણે વિવાદ પીછો છોડતો ન હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે માલપુર તાલુકાના હલોદર ગામની આંગણવાડી-3માં તેડાગર તરીકે મેરીટ આધારિત નિમણૂક પસંદગી પામેલ તેડાગર મહિલા ફરજ પર હજાર થવા પહોચતા ત્રણ મહિલાઓએ મહિલા કર્મી પર હુમલો કરતા ભારે ચકચાર મચી હતી ત્રણ જેટલી મહિલા કર્મીઓના હુમલાનો ભોગ બનેલ કર્મી હતભ્રત બની હતી મહિલા કર્મી સીડીપીઓ ઓફિસે રજૂઆત કરવા જતા મહિલા કર્મીને ઉડાઉ જવાબ આપતા મહિલા કર્મી આઘાતમાં સરી પડી હતી
માલપુર તાલુકાના હેલોદર-3 આંગણવાડી કેન્દ્ર માટે, તેડાગર તરીકે લખીબેન નામની મહિલા પસંદગી પામી છે,મહિલા આંગણવાડી કેન્દ્રમાં હાજર થવા ગયા તો,તેમના ઉપર અન્ય મહિલા એ હુમલો કરી નોકરી નહિ કરવા દઈએ તેમ કહી,બીભસ્ત ગાળાગાળી કરી હુમલો કરવામાં આવ્યો હોવાના વિડીયો અને મહિલા જણાવી રહી છે,આ બનાવ મામલે ભોગ બનનાર તેડાગર મહિલા, માલપુર CDPO કચેરી ખાતે રજુઆત કરવા પહોંચ્યા તો સંતોષકારક જવાબ ન આપી,CDPO એ તેડાગર મહિલાને ગામનો પ્રશ્ન હોવાનું કહેતા મહિલામાં રોષ જોવા મળ્યો હતો,આ જવાબદારી તંત્રની પણ હોય,તાત્કાલિક અસરથી મહિલાને ન્યાય મળે તેવી લોક માંગ પણ ઉઠી છે