31.6 C
Gujarat
Wednesday, July 15, 2026
Home સ્પોર્ટ્સ ગુજરાત સરકાર ધ્વારા આયોજીત ખેલ-મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત ભિલોડા તાલુકાના મોટા ડોડીસરા પ્રાથમિક...

ગુજરાત સરકાર ધ્વારા આયોજીત ખેલ-મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત ભિલોડા તાલુકાના મોટા ડોડીસરા પ્રાથમિક શાળાનું ગૌરવ વિદ્યાર્થીઓએ વધાર્યું

0
581

ભિલોડા,તા.૦૭

અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ ભિલોડા તાલુકાના રાયપુર જુથમાં આવેલ મોટા ડોડીસરા પ્રાથમિક શાળાની ઘો. ૭ – ૮ ની વિદ્યાર્થીનીઓ ગુજરાત રાજ્ય સરકાર ધ્વારા આયોજીત ખેલ – મહાકુંભમાં કબડ્ડી (છોકરીઓ)માં અંડર-૧૪ના ખેલાડીઓ તરીકે શાળાની કન્યાઓ જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી જીલ્લા કક્ષાએ નેતૃત્વ દરમિયાન મઘ્ય-ઉત્તર ગુજરાત ઝોન કક્ષાની સ્પર્ધા સરદાર વલ્લભભાઈ પટેલ રમત-ગમત સંકુલ,પાટણમાં યોજાઈ હતી.પ્રથમ નંબર મેળવી વિજેતા જાહેર થઈ હતી.ફાઈનલ મેચ રમવા રાજ્ય કક્ષાએ પહોંચી છે.મોટા ડોડીસરા પ્રાથમિક શાળાના આચાર્ય, સ્ટાફ પરીવાર સહિત ડો. કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના શિક્ષક અનિલભાઈ ભગોરાએ સુંદર કોચીંગ પુરૂ પાડ્યું હતું.મોટા ડોડીસરા પ્રાથમિક શાળાના આચાર્ય રોશનભાઈ ભગોરા, સ્ટાફ પરીવાર સહિત એસ. એમ. સી સભ્યોએ વિદ્યાર્થીનીઓને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!