30 C
Ahmedabad
Saturday, May 4, 2024

પંચમહાલ- રાહુલ ગાધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને પંચમહાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત, જીલ્લા પોલીસ વડાએ કર્યુ રુટ નિરિક્ષણ


ગોધરા
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવનારી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાને લઈ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવી રહ્યો છે. જેમા પોલીસ જવાનો હોમગાર્ડ પોલીસ અધિકારીઓ મળીને 1000 જેટલા જવાનો બંદોબસ્તમા રહી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી પર નજર રાખશે.જીલ્લા પોલીસ વડા હિમાશુ સોલંકીએ પોલીસ અધિકારીઓ સાથે મળીને રુટનુ નિરિક્ષણ કર્યુ હતુ.

Advertisement

પંચમહાલ જીલ્લામા કોંગ્રેસની રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને કોંગેસ કાર્યકરોમા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ જીલ્લામા આ યાત્રા ફર્યા બાદ પંચમહાલ જીલ્લામા આ પસાર થશે.ગોધરા શહેરમાથી રાહુલ ગાધી પસાર થવાના છે જેને લઈને પંચમહાલ પોલીસ દ્વારા પણ જે રુટ પરથી રાહુલ ગાધી પસાર થવાના છે તેના પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામા આવી છે.મળતી માહિતી અનુસાર ડીઆઈજીપી –1, એસપી-1,3 ડીવાયએસપી, 4 પીઆઈ, 17 પીએસઆઈ -61 પોલીસ સ્ટાફ – 567 હોમગાર્ડ 600 ખડે પગે બંદોબસ્તમા ફરજ બજાવશે,એસપી હિમાંશુ સોલંકી દ્વારા રુટ પર નિરિક્ષણ કરાયુ હતુ.રાહુલ ગાંધીના આ બસ સ્ટેશન વિસ્તાર, ગીંદવાણી રોડ, વિસ્તારમાથી પસાર થશે. મેડ સર્કલ ખાતે તેઓ જાહેરસભા સંબોધન કરશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!