આજે મહા વદ તેરશ એટલે મહાશિવરાત્રી પર્વ, આ તહેવાર ની ઉજવણી શિવભક્તો અલગ અલગ રીતે કરતા હોય છે ત્યારે માલપુર તાલુકા ના મંગલપુર ગામે આવેલ મંગલેશ્વર મહાદેવ વર્ષો જુના અને પૌરાણિક મહાદેવ નું સ્થાનક છે આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મંગલેશ્વર મહાદેવ સનીધ્યે રુદ્રયાગ યોજાયો ,વૈદિક ભૂદેવો દ્વારા યજમાનો ને પૂજન અર્ચન કરાવવા માં આવ્યું જવ તલ અને બીલી પત્ર નો વેદમંત્ર વડે હોમ કરવામાં આવ્યો યજ્ઞ માં મુખ્ય યજમાન તરીકે પરથસિંહ રાઠોડ, સુરવીર સિંહ રાઠોડ તથા રવિન્દ્રસિંહ રાઠોડ પરિવાર સાથે બેસી સદા શિવ ભોળાનાથ નું પૂજન અર્ચન કર્યું હતું
મંગલપુર ગામ ના ઉત્સાહી નવ યુવાનો દ્વારા ભગવાન ભોળાનાથ ને પ્રિય એવી ભાંગ ને તામ્ર કળશ માં ભરી ભગવાન મહાદેવ ને પહેરાવવા ના શણગાર સહિત ગામ માં ગ્રામજનો દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ગામ ના અબાલ વૃદ્ધ સૌકોઈ મોટી સંખ્યા માં જોડાયા હતા મંગલેશ્વર મહાદેવ ને દૂધ,દહીં,ઘી,ખાંડ,મધ વડે મહા અભિષેક કારવામાં આવ્યો હતો અંત માં ભગવાન ની મહા આરતી યોજાઈ હતી અને સૌ કોઈ એ ભોળાનાથ નો પ્રસાદ અને ફલાહર લીધો હતો આમ ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્વક મંગલપુર ગામે મહા શિવરાત્રી પર્વ ની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી