શહેરા,
શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર અને છેલ્લો દિવસ હોવાથી જીલ્લાના શિવાલયોમાં ભાવિકો ઉમટયા હતા.શહેરા તાલુકાના પ્રસિધ્ધ મરડેશ્વર મહાદેવ ખાતે પણ આજે સવારથી ભાવિકો મહાદેવના દર્શને ઉમટ્યા હતા.બપોર સુધીનો ભાવિકોનો ધસારો એકાએક વધી જતા મંદિર પરીસરની બહાર સૂધી ભાવિકોની લાઇનો લાગી હતી.શ્રાવણનો સોમવાર હોવાથી અહી મેળો પણ ભરાયો હતો.
પંચમહાલ જીલ્લાના સૂપ્રસિધ્ધ એવા અને શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે ભાવિકોનૂ ઘોડાપુર ઉમટ્યુ હતૂ.વહેલી સવારથી દાદાના દર્શન કરવા માટે ભાવિકોની લાઈન લાગી હતી.સાંજ સૂધીમા મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા.અને મંદિરની બહાર સુધી લાઇન લાગી હતી.મેળો ભરાયો હોવાથી ભાવિકોએ મેળાનો પણ આનંદ લીધો હતો.
શિવલહેરી પરિવાર દ્વારા ભાવિકોને ચા-બિસ્કીટ આપવામા આવ્યા હતા.નાના બાળકોએ ઝૂલા,નાના જમ્પિગ રાઈડમા બેસીને આનંદ માણ્યો હતો.હાલોલ-શામળાજી હાઇવે માર્ગ પર જાણે કીડીયારૂ ઉભરાયુ હોય તેવા દ્દશ્યો સર્જાયા હતા.હાઇવે માર્ગ પર ભાવિકોનૂ ઘોડાપૂર જોવા મળ્યુ હતુ.પોલીસ દ્વારા પણ રસ્તા પર ઉભા રહીને ટ્રાફીક નિયમન કરવામા આવ્યુ હતુ.મંદિર પરીસર ઓમ નમ:શિવાય અને બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યુ હતૂ.