asd
31 C
Ahmedabad
Sunday, November 3, 2024

પંચમહાલ : ગોધરા આર એન્ડ બી વિભાગ દ્વારા ખરાબ થઈ ગયેલા રસ્તાઓની મરામત કરવાની કામગીરી શરૂ કરાઈ


ગોધરા,
સમગ્ર રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલા નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે સરકારશ્રી દ્વારા મળેલી સૂચના અનુસાર રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે.પંચમહાલ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ માટે આર એન્ડ બી સ્ટેટ અને પંચાયત હસ્તકના રસ્તાઓની રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Advertisement

પંચમહાલ જિલ્લામાં મુખ્યત્વે ગોધરા,હાલોલ, કાલોલ,ઘોઘંબા અને શહેરા સહિતના તાલુકામાં ભારે વરસાદ તથા પાણી ભરાવાના કારણે કુલ ૨૨ જેટલા રસ્તાઓને અસર થઈ હતી, જેના પગલે યાતાયાતને પણ અસર થવા પામી હતી. વહીવટી તંત્ર દ્વારા આ રસ્તાઓને સત્વરે મરામત કરી મોટરરેબલ કરવા કામગીરી હાથ ધરાઈ છે. ૨૨ રસ્તાઓ પૈકી હાલ ૧૯ માર્ગો પર વાહનવ્યવહાર પૂર્વવત્ થઈ ગયો છે. આ ઉપરાંત જ્યાં પાણી ભરાયા હતા એ પાણી ઓસરતા ક્રમશઃ રિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્વરે હાથ ધરાઈ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!