Advertisement
ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના ઉદયપુર-શામળાજી વચ્ચેના,કેસરિયાજી પાસે તળાવ ફાટતા તળાવનું પાણી નેશનલ હાઇવે પર ફરી વળ્યું છે,હાઇવે રોડ છેલ્લા 6 કલાકથી બંધ રહેતા,૧૦ કિલો મીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે,રાજસ્થાનમાં વરસેલા ભારે વરસાદના પગલે તળાવ ફાટ્યુ હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ હતી,નેશનલ હાઇવે પર હજારો નાના મોટા વાહનો ટ્રાફિક જામમાં ફસાઈ જતા,ગુજરાત થી રાજસ્થાન તરફ આવન જાવન કરતા વાહન વ્યવહારને અસર થવા પામી છે, નેશનલ હાઇવે ઓથોરિટી તથા રાજસ્થાન પોલિસ દ્વારા વાહનો નેં હાઇવે ની હોટલ પેટ્રોલ પંપ વિગેરે જગ્યાએ વાહનો પાર્ક કરાવે છે
Advertisement
Advertisement