ભાદરવી પૂનમને લઇને અરવલ્લી જિલ્લામાં પદયાત્રીઓનો ધસારો છે ત્યારે અરવલ્લી જિલ્લા RTO વિભાગ દ્વારા પદયાત્રીઓ માટે વિસામાની શરૂઆત કરવામાં આવી છે. સતત ચોથા વર્ષે મોડાસા ARTO કચેરી ખાતે વિસામાની શરૂઆત કરાઈ છે.. કોઈપણ પદયાત્રીઓ ભૂખ્યો ન જાય, અને તમામ યાત્રીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે, તે માટે પણ જરૂરી કાળજી રાખવામાં આવી રહી છે.. પદયાત્રીઓ માટે ચા-નાસ્તાની, તેમજ દવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
RTO કચેરી ખાતે શરૂ કરવામાં આવેલા વિસામા સ્થળે, સમયાંતરે, મોડાસા નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, આ સાથે જ સ્વચ્છતાની પણ તકેદારી રાખવામાં આવે છે.. મોડાસા RTO કચેરીએ શરૂ કરાયેલા વિસામા સ્થળે, આવતા જતાં પદયાત્રીઓ તેમજ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કેવી રીતે કરવું, તે અંગે જરૂરી માહિતી પણ પુરી પાડવામાં આવી રહી છે.