ભિલોડા ડેપોની બસ વઙથલી ભિલોડા બસ જે સવારે આવે છે પરંતુ આ બસ સેવાનો લાભ કેટલાક ગામો ને નથી મળતો જાગરુત નાગરીકો ઘણીવખત ઙેપોમા મૌખિક તેમજ ફોન દ્વારા અને લેખિત રજુઆત કરેલી છે જે બાબતે સેવા શરુ થઇ જશે તેમ જણાવ્યું હતું પરંતુ આ બસ સેવા કેટલાક ગામોને હજુ પણ મળી નથી આ બસ લંબાવવા આવે તો 3 ગ્રામ પંચાયતના 12 ગામડાના નાગરીકોને બસનો લાભ મળે તેમ છે શામળાજી યાત્રાધામ જતા ભકતો,કોલેજ કરતા વિધાથી અને આદિવાસી ભાઈ બહેનો સૌથી વધુ શામળાજી ભિલોડા અવર-જવર હોય છે.
ગરીબ નાગરીકો તેમજ વિદ્યાર્થીઓ ની કોઈ રજુઆત ધ્યાનમા લેતા નથી આ બાબતે ભિલોડા ડેપો ઊંઘમાં હોય એવુ લાગી રહ્યું છે આ ભિલોઙા ડેપોના વહિવટની ગોરબેદરકારી ને લઇ આ નોધ ઉચ્ચ કક્ષાના અધિકારી લે અને વહેલી તકે ટૂંક સમયમાં બસની સેવા મળે તેવી માંગ સેવાઈ રહી છે આ બાબતે આપ ના નેતા દ્વારા પણ લેખિત રજુઆત કરવામાં આવી છે