શામળાજી મેશ્વો ડેમ પરના રોડપર ભારે વરસાદ ને કારણે રોડ તૂટી ગયેલો છે અને ઠેળ ઠેળ મોટા ખાડા પડી ગયેલા જેના લીધે રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે અને વાહન ચાલકોને ભારે હાલાકી અને નુકશાન વેઠવાનો વાળો આવ્યો છે,બીજી બાજુ હાલ પગપાળા અંબાજી જતા સંઘો પણ આ રસ્તા પરથી પાસર થઇ ને ચાલતા જતા હોય છે પરંતુ રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે કે લોકો પરેશાન છે. આ રસ્તો માત્ર એક જ વર્ષમાં તૂટી ગયો અને લાખો રૂપિયાના બીલો પાસ થઇ ગયા
પરંતુ નવાઈ ની વાત એ છે કે છ દિવસ પહેલા ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય પી.સી.બરંડા એ સ્થળ મુલાકાત લઈ યુદ્ધના ધોરણે રોડની મરામતની કામગીરી થાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા અને તારીખ ૩૧/૦૮/૨૦૨૪ ના રોજ વિભાગને પત્ર દ્વારા જાણ પણ કરી હતી. પરંતુ આ બાબતે કોઈજ સમાર કામ થયેલું દેખાતું નથી ત્યારે કહી શકાય કે જો તંત્ર ધારાસભ્યનું પણ ના સાંભરતું હોય તો પછી આમ જનતા નું કોણ સાંભરશે