કુવામાંથી લાશ બહાર કાઢી ત્યારે બંને હાથ યુવાનના શર્ટ વડે બાંધેલા હોવાથી પરિવારના લોકોને યુવાનની હત્યાની શંકા…!!!
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સત્ય બહાર આવશેઃ
બાયડ તાલુકાના લક્ષ્મીપુરા ગામના યુવાનની લાશ સાઠંબા ગામની સીમમાં અજબપુરા રોડ પર આવેલા કૂવામાંથી મળી આવતાં અનેક ચર્ચાઓએ જન્મ લીધો છે…
લક્ષ્મીપુરા ગામનો યુવાન શનિવારે બપોરે ઘેરથી નિકળ્યો હતો જેનું બાઈક, ચંપલ તથા મોબાઇલ સાઠંબાથી અજબપુરા જવાના માર્ગ પર આવેલ કુવા નજીક પડેલું હોવાની પરિવારજનોને માહિતી મળતાં પરિવારના લોકોએ સાઠંબા પોલીસને જાણ કરતાં સાઠંબા પોલીસે રવિવારે સવારથી એ દિશામાં આગળ વધી જમીન લેવલે પાણી ભરેલા કુવામાં કેમેરાથી સજ્જ ટીમને બોલાવી તપાસ હાથ ધરતાં ભારે મહેનતના અંતે કુવાની અંદર લાશ હોવાનું જણાઈ આવતાં લાશને બહાર કાઢવા તજવીજ હાથ ધરી લાશને બહાર કાઢી હતી.
લોક ચર્ચા મુજબ કૂવામાંથી જ્યારે યુવાનની લાશ બહાર કાઢવામાં આવી ત્યારે તેના બંને હાથ બાંધેલા હોય તેમ જણાઈ આવ્યું હતું યુવકના પરિવારજનો દ્વારા યુવકની હત્યા કરાયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે…!!! વધુ પ્રાપ્ત વિગતો મુજબ લક્ષ્મીપુરા ગામના ૩૦ વર્ષીય જયેશ પ્રવીણભાઈ પટેલની લાશ સાઠંબા ગામની સીમમાં અજબપુરા રોડ પર કૂવામાંથી મળી આવી હતી
સાઠંબા પોલીસે લાશનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી લોકોની શંકાઓ વચ્ચે હત્યા કે આત્મહત્યા તે ઘૂંટાતું રહસ્ય પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ બહાર આવશે….