ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલી તથા સામાજિક સદભાવના કેળવાય અને પરસ્પર સ્નેહ નું વાતાવરણ બને એવા ઉમદા હેતુથી વર્ષ ૨૦૧૧ ના નુતન વર્ષ પ્રારંભ થી શરૂ કરવામાં આવેલ સતત દર વર્ષે ઉજવાતો તેરમો સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહ તથા અન્નકૂટ મહોત્સવ આ વર્ષે ગામના કડવા પાટીદાર સમાજના ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો યુવાનો અને માતાઓ બહેનોની ઉપસ્થિતી માં ઉજવવામાં આવ્યો જેમાં ભોજનદાતા સ્વ. શાંમળભાઈ મોતીભાઈ પટેલ પરિવાર તથા અમિચંદભાઈ શિવાભાઈ પટેલ પરિવાર તરફથી સવાર અને સાંજનું ભોજન પ્રસાદ આપવામાં આવ્યો સમારંભમાં સામાજિક અને ધાર્મિક વક્તવ્ય શ્રી રમેશભાઈ પટેલ તથા વિસ ગામ સમાજના પ્રમુખ સંજયભાઈ પટેલ દ્વારા પ્રસંગિક પ્રવચન કરવામાં આવ્યું. ત્યારબાદ ઇનામ વિતરણ ધોરણ 10 થી સ્નાતક અનુસ્નાતક ડોક્ટર તેમજ સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ ના દાતાશ્રી શૈલેષભાઈ કાંતિભાઈ પટેલ દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા…અને સૌએ એક બીજા ને મળી નુતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી…એકંદરે ખુબ સુંદર રીતે ખુશનુમા વાતાવરણ માં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી..આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંજયભાઈ પટેલ રજનીભાઇ પટેલ ગીરીશભાઈ પટેલ બિપીનભાઈ પટેલ કમલેશભાઈ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું…