asd
18 C
Ahmedabad
Tuesday, December 10, 2024

THE SABERMATI REPORT: હિન્દી ફિલ્મમાં પત્રકારની ભુમિકા ભજવનારા બોલિવુડ અભિનેતા વિક્રાંત મેસ્સી ગોધરા રેલ્વે સ્ટેશન પર પહોચ્યા


વિજયસિંહ સોલંકી, ગોધરા,
ગોધરાકાંડના વિષયને લઈને આગામી 15મી નવેમ્બરે સાબરમતી રિપોર્ટ ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં બોલીવુડના જાણીતા એક્ટર વિક્રાત મેસ્સી પત્રકારની ભુમિકામાં જોવા મળશે,સાથે રાશિ ખન્ના અને રિધ્ધી ખન્ના જોવા મળશે. આ ફિલ્મનુ ટ્રેલર પણ રિલિઝ કરી દેવામા આવ્યુ છે. હાલમાં આ ફિલ્મને લઈને પ્રમોશન કરવામા આવી રહ્યુ છે. પત્રકારની ભુમિકા નિભાવતા વિક્રાંત મેસ્સી એ ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે ઉડતી મુલાકાત લીધી હતી તેમની મુલાકાત ના ફોટા સોશિયલ મિડિયામા પણ વાયરલ થયા હતા.

Advertisement

વિક્રાંત મેસ્સીએ ગત વર્ષ આવેલી 12 ફેલ ફિલ્મમાં મનોજકુમારની ભુમિકા ભજવી હતી.તેમા તેમને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. તેઓઓ પોતાની કેરિયરની શરુઆત નાના પરદાથી કરી હતી. બાલિકા વધુ તેમજ ધરમવીર જેવી ટીવી સિરીયલોમા પણ તેમને ભુમિકા ભજવી હતી. 2013માંથી તેમને લુંટેરા ફિલ્મ દ્વારા મોટા પડદા પણ અભિનયની શરુઆત કરી હતી. વેબસિરિઝમા પણ તેઓ જોવા મળ્યા હતા. ખાસ કરીને મિર્ઝાપુરની સીઝન- 1મા તેઓ બબલુ પંડિતના રોલમા હતા. ક્રિમીનલ જસ્ટીસમાં આદિત્ય શર્માના રોલને ચાહકોએ ખુબ વખાણ્યો હતો. તેમની આ ફિલ્મને લઈને તેઓ ખુબ જ ઉત્સાહિત છે. વધુમા અમદાવાદ ખાતે પણ ફિલ્મનુ પ્રમોશન કરવામા આવ્યુ હતુ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!