શહેરા,
શિયાળાની કડકડતી ઠંડીની શરુઆત થઈ ગઈ છે. વહેલી સવારથી ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પંચમહાલ જીલ્લાવાસીઓ પણ ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. ગુજરાતમા આગામી સમયમા પણ ઠંડીની આગાહી કરવામા આવી રહી છે. ઠંડીના આગમન સાથે ગુજરાતના વિવિધ શહેરોમાં પરપ્રાન્તિય વેપારીઓ ગરમ વસ્ત્રોનુ વેચાણ કરવા માટે આવી જાય છે. હાલમા પંચમહાલ જીલ્લાના વિવિધ સ્થળોએ ગરમ વસ્ત્રોનુ વેચાણ થઈ રહ્યુ છે. તેના માટેના સ્ટોલ ખુલી ગયા છે. અને ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોની ખરીદી કરી રહ્યા છે.
પંચમહાલ જીલ્લાના ગોધરા,શહેરા સહિત હાઈવે માર્ગો પર ગરમ વસ્ત્રો વેચાણ કરનારા વેપારીઓએ ધામા નાખ્યા છે. હાલમા શિયાળો શરુ થતા મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ઉત્તરભારતના રાજ્યોમાંથી ગરમવસ્ત્રોનુ વેચાણ કરનારા વેપારીઓ દર વર્ષે આવે છે. નવેમ્બર ડિસેમ્બર મહિના શરુ થતા તેઓ ગુજરાતમા આવી જાય છે અને પોતાના સ્ટોલ નાખે છે. પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા વિવિધ જગ્યાઓ પણ ગરમ વસ્ત્રોના સ્ટોલો ખુલી ગયા છે. હાલમા નાના બાળકો માટે ના જેકેટ,સ્વેટર ટોપી, મફલર, મોટાઓ માટે ના ગરમ વસ્ત્રો તેમજ ધાબળા સહિતાના ગરમ વસ્ત્રોનુ વેચાણ કરી રહ્યા છે. ખાસ કરીને ગરમ ધાબળાઓનુ વેચાણ વધારે થઈ રહ્યુ છે.
મધ્યપ્રદેશની આવેલા વેપારી વિનોદભાઈ બંજારા જણાવે છે કે “અમે દર વર્ષે ગુજરાતમા આવીએ છે અને ગરમ વસ્ત્રોનુ વેચાણ કરીએ અને રોજીરોટી કમાઈએ છે. હાલમા જેકેટ અને ગરમ ધાબળાની માંગ વધારે છે. લોકો અમારી પાસેથી ખરીદી કરી રહ્યા છે.”