ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા, રેડક્રોસ ધનસુરા તાલુકાના સંયુક્ત ઉપક્રમે ધનસુરા તાલુકાની વિવિધ શાળાઓમાં જુનિયર રેડક્રોસ સર્ટિફિકેટ વિતરણ અને તાલીમ કાર્યક્રમ યોજાયો
29/11/024 – ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા તેમજ ધનસુરા શાખાના સંયુક્ત ઉપક્રમે શ્રી ધનસુરા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં CPR, ફર્સ્ટ એઇડ ની સાથે અન્ય આપત્કાલીન સારવાર અંગે તજજ્ઞ દ્વારા તાલીમી પરિસંવાદ અરવલ્લી જિલ્લા ઇન્ડિયન સોસાયટીના ચેરમેન શ્રી ભરતભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો. જેમાં રેડક્રોસ ધનસુરા શાખાના વાઇસ ચેરમેન ગોવિંદભાઈ પટેલ, મંત્રી શ્રી ભરતભાઈ ઠુંમર, ટ્રેઝરર શ્રી નવીનભાઈ દરજી, શ્રી હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ શ્રી જે.એસ.મહેતા હાઈસ્કૂલ, શ્રી જે.એસ.મહેતા પ્રા.વી.ગ્રાન્ટેડ હાઈસ્કૂલ, શ્રી આરએસબીજી ગર્લ્સ સ્કૂલ, શ્રીમતી પી.કે.ફણસે વિધાલય – આકરુંદ, ઠા.સા.ગોપાલસિંહજી વિધાલય – વડાગામમાં યોજાયો હતો. જેમાં જે.એસ.મહેતાના આચાર્યશ્રી પી.આર દેસાઈ, ભાવનાબેન વાળંદ, સુપરવાઇઝર શ્રી ડૉ. અશોકભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ. શ્રી જે.એસ.પટેલ અને એસ.એસ.બારૈયા તથા શ્રી આરએસબીજી ગર્લ્સ સ્કૂલના આચાર્યા શ્રીમતી દક્ષાબેન પટેલ, પી.કે.ફણસે વિધાલયના ઇન્ચાર્જ પંકજભાઈ કટારા, ઠા.સા.ગોપાલસિંહજી વિધાલયના ગુણવંતસિંહ ચંપાવત તથા શિક્ષકો સાથે 2500 ઉપરાંત વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. શરૂઆતમાં શ્રી ભરતભાઈ પરમાર દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની માનવ કલ્યાણની સાથે આરોગ્ય વિષયક વિવિધ પ્રવૃત્તિની ઝાંખી સભા સમક્ષ કરાવવામાં આવી હતી ત્યારબાદ તરુણભાઈ દ્વારા CRP અંગે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન તેમની પ્રભાવી શૈલીમાં આપવામાં આવ્યું હતું. આ તબક્કે ભાગ લેનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોની સાથે ધનસુરા હાઇસ્કુલમાં ચાલતા અરવલ્લી જિલ્લાના 10મા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેનાર સૌ બાળ વિજ્ઞાનીકો અને તેમના માર્ગ દર્શકોને PARLE-G બિસ્કીટના પેકેટનું વિતરણ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના અનેક વિદ્યાર્થીઓ આ સેવાકીય પ્રવુત્તિઓમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. તે સૌને જુનિયર રેડક્રોસ સર્ટિફિકેટ, બેજ, પોકેટ બુક અર્પણ કરવામાં આવ્યા હતા.