અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાને શિક્ષણ નગરી તરીકે ઓળખવામાં આવે છે, મોડાસા સહિતના વિવિધ તાલુકાઓમાં કેટલીય શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે, જેમાંથી એક મખદૂમ એજ્યુકેશન સોસાયટી છેલ્લા એક સપ્તાહથી ચર્ચામાં આવી છે. ચર્ચામાં આવવાનું કારણ એટલું જ છે કે, નવા પ્રમુખ અને સેક્રેટરીની નિમણુક થવાની છે, જેને લઇને હવે સત્તા પરિવર્તન થશે કે પુનરાવર્તન તેના પર તમામની નજર મંડરાઈ રહી છે. લોકચર્ચાઓ એવી પણ ચાલી છે કે, હાલના સત્તાધીશો મનમાની ચવાલી રહ્યા છે, જેને લઇને રવિવાર એટલે કે, 1 ડિસેમ્બરના રોજ યોજનારા જનરલ સભા હંગામેદાર બની શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
છેલ્લા 6 દાયકા કરતા વધારે સમયથી કાર્યરત અને લઘુમતિ વિસ્તારમાં શિક્ષણ પિરસરવાનું કામ કરતી મખદૂમ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત, પ્રથણિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક કાર્યરત છે. થોડા વર્ષોથી મખદૂમ એજ્યુકેશન દ્વારા બાળકોને અંગ્રેજીમાં શિક્ષણ મળી શકે, તે માટે ઈંગ્લિશ મીડિયમ શાળા પણ કાર્યરત કરવામાં આવી છે. પ્રથમવાર મખદૂમ એજ્યુકેશન સોસાયટીમાં આ વખતે યોજાનાર જનરલ સભા હંગામેદાર બની શકે છે. કોરોનાને કારણે પ્રમુખ અને સેક્રેટરની બિનહરિફ નિમણૂક થઈ હતી. સામાન્ય રીતે પ્રમુખ પદ ત્રણ વર્ષ માટે હોય છે, જોકે વર્તમાન પ્રમુખ છેલ્લા દસ વર્ષથી સત્તા પર છે. આ વર્ષે યોજાનારી પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં ભારે રસાકસી રહેશે. એકબાજુ ધંધાદારી વર્ગ તો બીજી બાજુ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા નિષ્ણાંતો ચૂંટણી મેદાને ઉતરશે.
જનરલમાં કયો મુદ્દો રહેશે ગરમ ?
1 ડિસેમ્બરના રોજ મોડાસા મખદૂમ એજ્યુકેશન સોસાયટી હોલ ખાતે યોજાનારી જનરલ સભા હંગામેદાર રહેશે. ડુઘરવાડા ચોકડી સહિતના વિસ્તારમાં સમાજના લોકો, તેમજ આગેવામાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક વિભાગ જર્જરિત છે છતાં નવા નિર્માણ માટે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. એટલું જ નહીં ચા ની ચુસ્કી મારતા-મારતા, લોકો એમ પણ ટોણો મારી રહ્યા છે કે, જે જગ્યાએ ફંડ વાપરવું જોઈ ત્યાં વરપાયું નથી અને ફંડને બીજુ બાજુ વાપરી દેવાયું છે, જેને લઇને નવું નિર્માણકાર્ય ટલ્લે ચઢી ગયું છે. આ સાથે જ કારોબારી વર્ષમાં ચાર બેઠક થવી જોઈએ જેની સામે માત્ર બે જ બેઠક બોલાવવામાં આવી છે, આ બાબતે સત્યતા શું છે, તે લોકો જાણે છે, તેવી પણ અટકળો થવા લાગી છે.
મખદૂમ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ પદના હોદ્દેદારોની ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે, જેમાં લિખિતંગ એક વાલી એવું જણાવી રહ્યા છે કે, વર્તમાન સંચાલકોના કેટલાય અવ્યવહારૂ નિર્ણયોથી તેઓ વ્યથિત થયા છે. વાલીઓ ઈચ્છી રહ્યા છે કે, મખદૂમ જેવી પ્રખ્યાત સંસ્થાની કમાન એક ઈમાનદાર, જવાબદાર અને હોંશિયાર વ્યક્તિને સોંપવામાં આવે. આ સાથે જ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે, ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ ના સમારકામ પાછળ 70 લાખથી વધારેનો ખર્ચ કરવામાં આવ્યો છે, આટલો ખર્ચ તો નવીન બાંધકામમાં કર્યો હોત, તો નવા વર્ગખંડ બની શકતા. ટૂંકમાં એક વાલી તરીકેની આ પોસ્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ પોસ્ટ
વેપારી જ્યારે કોઈ સંસ્થા કે, મંડળમાં આવે તો મંડળને વેપારીની દ્રષ્ટિએ જોતા હોય છે, પણ જોઈ કોઈ શિક્ષક, નિષ્ણાંત કે, પછી શિક્ષણને સમર્પત વ્યક્તિ શૈક્ષણિક સંસ્થામાં આવે તો, બાળકોની લાગણી, બાળકોની જરૂરિયાતની સગવડો સમજી શકે છે. હાલ તો મખદૂમ એજ્યુકેશન સોસાયટીમાં પ્રમુખ પદ અને સેક્રેટરીની ચૂંટણીને લઇને માહોલ એટલો ગરમાયો છે કે, લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે, બસ હવે તો હદ થઈ. બાળકોનો વિચાર કરીને યોગ્ય વ્યક્તિને ચૂંટી ને લાવવો જોઈએ.