મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ ર. શાહ ની પ્રેરક પ્રેરણાથી મોડાસા કેળવણી મંડળ સંચાલિત કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલ, સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કૂલ અને કલરવ શાળાના સૌ વિદ્યાર્થી ભાઈ-બહેનો, કર્મચારી ભાઈ-બહેનો દ્વારા ગીતા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના ઉપપ્રમુખઓ પંકજભાઈ બી. બુટાલા અને કે.એમ.શાહ , ટ્રસ્ટીઓ ઓચ્છવભાઈ જી. ગાંધી અને કનુભાઈ સી. શાહ, માનદમંત્રી કિરીટકુમાર કે. શાહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલના પૂર્વ સુપરવાઈઝર ગોરધનભાઈ એચ. સુથાર ઉપસ્થિત રહ્યા હતા. અને મુખ્ય મહેમાન તરીકે જયેન્દ્રભાઈ ભટ્ટ (મદદનીશ શિક્ષણ નિરીક્ષક, જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અરવલ્લી) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલના સંગીત શિક્ષક પી.ડી.બારોટ દ્વારા શ્લોકગાનથી કરવામાં આવી. ત્યારબાદ મદ ભગવદગીતાનું પૂજન કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલના શિક્ષક જે.એસ.રાવલ દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી કરવામાં આવ્યું. કે.એન.શાહ હાઇસ્કૂલની વિદ્યાર્થીની કુ. પટેલ વેદા હિતેશભાઈ અને સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કૂલની વિદ્યાર્થીની સોલંકી સાનિયા ચેતનભાઈ અને શિક્ષક પ્રતિનિધિ તરીકે કે.વી.પંડ્યા દ્વારા મદ ભગવદગીતા પર વક્તવ્ય રજુ કરવામાં આવ્યા. ત્યારબાદ ચાર હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા સામુહિક રીતે મદ ભગવદગીતાના ૧૫ માં અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું. અતિથિ વિશેષ ગોરધનભાઈ સુથાર અને મુખ્ય મહેમાન જયેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં ગીતાજ્ઞાનની કેમ આવશ્યકતા છે? તે વિષય પર હૃદયસ્પર્શી વક્તવ્ય આપવામાં આવ્યા. કેળવણી મંડળના ઉપપ્રમુખ કે.એમ.શાહ સાહેબે પણ વિદ્યાર્થીઓને ગીતાસારની ટૂંકમાં પણ અસરકારક વાત રજુ કરી. આમ ગીતા જયંતીની ઉજવણીનો કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો.