ગુજરાતમાં આગામી દિવસોમાં પંચાયતોની ચૂંટણી આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો અલગ અલગ કાર્યક્રમોની શરૂઆત કરીને સત્તાધિશોને ઘેરવાનો પ્રયાસ શરૂ કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા આગામી દિવોસમાં અલગ અલગ કાર્યક્રમો યોજવાની પણ રણનીતિ તૈયાર કરી છે, જે અનુસંધાને અરવલ્લી જિલ્લામાં રોજગારને લઇને નવા કેમ્પેઈનની શરૂઆત કરી હતી.
અરવલ્લી જિલ્લામાં યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા નશા નહીં, રોજગાર દો, કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેજા હેઠળ આ કેમ્પેઈનની શરૂઆત કરાઈ હતી.. મોડાસા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી યુથ કોંગ્રેસ સમિતિની બેઠકમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ, હરપાલસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.. આ કેમ્પેઈન આગામી દિવોસમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આગળ વધારવામાં આવશે, તેવું તેમણે ઉમેર્યું હતું… યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા અલગ અલગ મુદ્દાને લઇને સરકાર પર નિશાન સાધ્યું હતું. મોડાસા ખાતે યોજાલી યુથ કોંગ્રેસ સમિતિની બેઠકમાં, અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા…