અરવલ્લી જિલ્લામાં હાલ રસ્તાઓની હાલત ખૂબ દયનિય થતાં, લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોડાસા-હિંમતનગર હાઈવ હોય કે, પછી જિલ્લાના મુખ્ય મથક, મોડાસા નગરની વાત હોય, વધુ એક રસ્તાની સમસ્યા અંગેની ફરિયાદ લઇને, ગ્રામજનો, કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. મોડાસા તાલુકાના પાલનુર, કેશરપુરા કંપા, મોહનપુરકંપા, રખિયાલને જોડતા રસ્તાની હાલત, ખૂબજ બિસ્માર બની છે,.. ગ્રામજનોનું કહેવું છે કે, લોકસભાની ચૂંટણી પહેલા, ગ્રામજનોએ વિરોધ કરતા, આશ્વાસન આપવામાં આવ્યું હતું… એટલું જ નહીં, જોબનંબર પણ પડી ગયો હતો, તે વાતને આજે મહિનાઓ વિતી જવા છતાં, હજુ કોઈ જ કામગીરી કરવામાં આવી નથી.. ગ્રામજનોએ પોતાની ફરિયાદ અરવલ્લી જિલ્લા કલેક્ટરને કરી હતી..
અરવલ્લી જિલ્લાને વર્ષો પછી, એક મંત્રી મળ્યા છે, જો કે લોકોને, હજુ પ્રાથમિક સુવિધાઓ માટે પણ, વલખા મારવા પડે છે.. રોડની સમસ્યા હલ થાય, તે માટે, ચૂંટણી પહેલા તંત્રએ આપેલા વચનો પૂર્ણ કરાશે કે નહીં, તે સવાલ છે…. આગામી દિવસોમાં ચૂંટણીઓ પણ આવશે, અને દરવખતની જેમ, ચૂંટણી બહિષ્કારના બોર્ડ પણ લાગી શકે છે, તેમાં કોઈ બે મત નથી… જો તંત્ર લોકોના કામ નહીં કરે, તો મતદારો વિશ્વાસ કેમ કરશે… ?