શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે આવેલી મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષક અર્જુનભાઈ વસાવાની બદલી થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.પ્રાથમિક શાળામા પાચ વર્ષ સુધી તેમને ફરજ બજાવી વિદ્યાર્થીઓમાં ચાહના મેળવી હતી. શાળાના આચાર્ય, શિક્ષક પરિવાર, વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ,તેમજ શાળા વ્યવસ્થાપન કમિટીના સભ્યો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા. તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ખાતે આવેલી મુખ્ય પ્રાથમિક શાળામાં અર્જુનભાઈ વસાવા પાચ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જીલ્લાફેરમાં તેઓની બદલી નર્મદા જીલ્લા ખાતે થઈ હતી. લાભી પ્રાથમિક શાળા તરફથી તેમનો ભવ્ય વિદાય સમારોહ રાખવામા આવ્યો હતો. શાળા પરિવાર દ્વારા તેમણે પુષ્પહાર,નાળિયેર,સાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યુ હતુ. શાળા વ્યવસ્થાપન સમિતીના સભ્યો દ્વારા પણ ભેટ આપવામા આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ તરફથી પણ ફુલહાર પહેરાવીને ભેટ આપવામા આવી હતી. અર્જુનભાઈ વસાવાએ શાળા ખાતે પોતાના શૈક્ષણિક સમયગાળાના સંસ્મરણો વાગોળ્યા હતા.સાથે શિક્ષક પરિવારના મળેલા સહયોગને પણ વખાણ્યો હતો.
વિદ્યાર્થીઓને સબોંધન કરતા જણાવ્યુ હતુ લાભી મારી કર્મભુમિ રહી છે અને રહેશે હુ આજીવન શાળાને નહી ભુલુ.શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન પરોવીને ઉજ્જવળ ભવિષ્યની કામના પાઠવી હતી.શાળા વ્યવસ્થાપન કમિટીના સભ્યો વિજયસિંહ સોલંકી,તેમજ સુરેખાબેન પગી,હનુમંતસિંહ બારિયા સહિતનાઓ પુષ્પગુચ્છ આપીને તેમની શૈક્ષણિક કારકિર્દી માટે શુભાશિષ પાઠવ્યા હતા. શાળાના આચાર્ય અલ્પેશભાઈ પટેલ, શિક્ષક ગણ અમિતભાઈ પટેલ,મહેશભાઈ, સંગીતાબેન,ઈલાબેન, તેમજ મધ્યાહન ભોજન વિભાગના કર્મચારીઓએ પણ તેમને ભાવભરી વિદાય આપી હતી. શાળાના વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓએ તેમના પ્રિય શિક્ષક અર્જુનભાઈ વસાવાને ફુલો વરસાવીને આંસુભરી આંખે વિદાય આપી હતી.