ગોધરા,
પંચમહાલ જીલ્લામા કાયદો અને વ્યવસ્થા જળવાય અને પોલીસ તેમજ પ્રજાના પ્રતિનિધીનો જનતા સરળતાથી સંપર્ક કરી શકે તે માટે નવતર અભિગમ અપનાવાયો છે. જેમ ગોધરા શહેરના જાહેર માર્ગ પર સાઈડબોર્ડ લગાવાયા છે તેમા પોલીસ અધિકારીઓથી માડીને ધારાસભ્યના ફોન નંબર સહિતની વિગતો લગાવામા આવી છે. તેથી કોઈ સમયે પણ ત્વરીત સંપર્ક કરી શકાય. આ પ્રયોગને સૌ કોઈ લોકો આવકારી રહ્યા છે. હાલમા ગોધરા શહેરમા આવેલા બસ સ્ટેશન વિસ્તારમા આ પ્રકારના બોર્ડ જોવા મળી રહ્યા છે.
પંચમહાલ પોલીસનો નવતર પ્રયોગ શહેરીજનોની સુરક્ષાને ધ્યાને લઈને જાહેરમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ જળવાય તે માટે પોલીસ અધિક્ષક સહિત સ્થાનિક ધારાસભ્યોના મોબાઈલ નંબરો અને સરનામાની વિગતો દર્શાવવામાં આવી છે. જિલ્લા પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો સહિત ચાર રસ્તા પર પોલીસ કમ્લેઈન્ટસ સંપર્ક નંબરોની માહિતી સાથેના બોર્ડ લગાવવામાં આવ્યા છે. સામાન્ય લોકોને જરૂરિયાત સમયે સ્થાનિક ધારાસભ્ય અને પોલીસની મદદ મળી રહે તેવા ઉમદા હેતુથી કમ્લેઈન્ટસ બોર્ડ લગાવા યા છે. શહેરીજનો પણ તેને આવકારી રહ્યા છે.