આજ રોજ ઘાંચી હાઇસ્કુલ મોડાસા ખાતે ફૂડ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી. બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ વાનગીઓ અલગ અલગ સ્ટોલથી આસપાસના રહીશો તથા શાળાના વાલીઓએ માણી. વાનગી રસિકોએ શાળા દ્વારા કરવામાં આવેલ આયોજનને ખૂબ વખાણ્યું. બાળકોના પ્રયત્નને તેમણે ખૂબ જ પ્રોત્સાહન આપ્યું.
ફૂડ ફેસ્ટિવલ કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના પ્રમુખ સિકંદરભાઈ સુથાર (રાજાબાબુ) એ કર્યું. જેમાં સંસ્થાના સેક્રેટરી હનીફભાઈ સિધવા, ઉપપ્રમુખ અ. રજજાક ખાનજી, મખદુમ હાઈસ્કૂલના પ્રમુખ સઈદભાઈ ભુરા, કારોબારી સભ્યોમાં ઈશાકભાઈ ઉપાદ, ઇલિયાસભાઈ મનવા, ગુલામનબી ભાઈ બુલા, સલીમભાઈ બાંડી, રહીમભાઈ સાબલીયા ઉપસ્થિત રહ્યા. અન્ય ખાસ ઉપસ્થિતિમાં મખદુમ હાઈસ્કૂલના સેક્રેટરી અબ્દુલ કાદર ખાલક, નગરપાલિકા કોર્પોરેટર મયુદ્દીનભાઈ મલેક તથા ગુજરાત લુહાર સમાજના સેક્રેટરી જાકીરભાઇ હતા. પત્રકાર મિત્રોમાં સલીમભાઈ પટેલ (એસેન્ટ) ખાસ હાજર રહ્યા. બાળકોને આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણમાં પરોવવાનો આ પ્રયોગ ખૂબ જ કારગર સાબિત થયો છે.
અરવલ્લી : ઘાંચી હાઇસ્કુલ મોડાસા ખાતે ફૂડ ફેસ્ટિવલની શાનદાર ઉજવણી
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -