24 C
Ahmedabad
Tuesday, January 21, 2025

સાળંગરપુર: મોરના શણગારથી મહાબલી બન્યા મનમોહક, દર્શન કરી દાદાના ભક્તો થયા મોહિત


સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને શનિવારે (ચોથી જાન્યુઆરી) રંગબેરંગી સેવંતીના મિક્સ ફુલોથી મોરનો દિવ્ય શણગાર કર્યો છે. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

કષ્ટભંજનદેવ હનુમાનજીના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, ‘રંગબેરંગી સેવંતીના ફુલો વડે મોરનો દિવ્ય શણગાર કરાયો છે. દાદાને સિલ્કના વાઘા મયૂરપંખની ડિઝાઈનના ધરાવવામાં આવ્યા છે. દાદાને હીરાજડિત મુગટ ધરાવવામાં આવ્યો છે.’શનિવારે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સાથોસાથ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!