અરવલ્લી જિલ્લામાં કલા મહાકુંભનો પ્રારંભ થયો છે. મોડાસા ની શ્રી કે.એન.શાહ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે કલા મહાકુંભની શરૂઆત કરાવી હતી, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કલાકારો પહોંચ્યા હતા.
અરવલ્લી જિલ્લા ખાતે કલામહાકુંભ 2024-25 નું જિલ્લાકક્ષાનું આયોજન તા.07/01/2025 અને તા.08/01/2025 ના રોજ મોડાસા ની શ્રી કે.એન. શાહ હાઈસ્કૂલ ખાતે પ્રારંભ થયો હતો. અલગ અલગ એજ ગૃપના કલાકારો પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગીત, ગરબો, એકપાત્રિય અભિનય, લેખન સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. કલા મહાકુંભમાં મોડાસા પ્રાંત અધિકારી અને ડે. કલેક્ટર દેવેન્દ્રકુમાર મીણાએ 21 થી 59 વય જુથમાં કાવ્ય લેખન સ્પર્ધામાં ભાગ લીધો હતો અને અન્ય સ્પર્ધકોનો ઉત્સાહ વધારો હતો.
અરવલ્લી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મોડાસા દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, મોડાસા નગર પાલિકા પ્રમુખ નિરજ શેઠ, રમત-ગમત અધિકારી પ્રકાશ કલાસવા, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી રાકેશ પટેલ અને બિજલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીન શાહ તેમજ કોલેજના આચાર્ય અને શિક્ષકો તેમજ મોટી સંખ્યમાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.