ખેલ મહાકુંભ વર્ષ – 2024-25 માં તાલુકા કક્ષાની એથલેટિક સ્પર્ધા નું આયોજન સુર્યા સૈનિક સ્કુલ, ખેરંચામાં કર્યું હતું.મોટા ડોડીસરા પ્રાથમિક શાળામાંથી વિવિધ વય જુથની અલગ – અલગ સ્પર્ધામાં કુલ-૨૭ ખેલાડીઓએ ભાગ લીધો હતો.અંડર – ૧૪ ગર્લ્સ લાંબી – કુદ સ્પર્ધામાં નિનામા ધ્રુવ્યા મુકેશભાઈ નો ભિલોડા તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો હતો.અંડર – ૧૧ ગર્લ્સ ૫૦ મીટર દોડમાં ડુંડ આયુષી રમેશભાઈ નો ભિલોડા તાલુકામાં બીજો નંબર મેળવ્યો હતો. અંડર -૧૧ ગર્લ્સ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં ડુંડ ક્રિશાલી શૈલેષભાઈ નો ભિલોડા તાલુકામાં બીજો નંબર મેળવ્યો હતો.અંડર -૧૧ ગર્લ્સ ડુંડ આયુષી રમેશભાઈ નો સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં ભિલોડા તાલુકામાં ત્રીજો નંબર મેળવ્યો હતો.અંડર – ૧૧ બોય્સ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં મોડિયા ઈદ્રવિજય પિયુષભાઈ નો ભિલોડા તાલુકામાં ત્રીજો નંબર મેળવ્યો હતો.અંડર -૧૧ બોય્સ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં ડુંડ ધ્રુવ જીગ્નેશભાઈ નો ભિલોડા તાલુકામાં ચોથો નંબર મેળવ્યો હતો.અંડર – ૯ ગર્લ્સ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં નિનામા તન્વી મણીલાલ નો ભિલોડા તાલુકામાં ત્રીજો નંબર મેળવ્યો હતો.અંડર – ૧૪ ગર્લ્સ ડુંડ ભાવિકા પ્રદીપભાઈ નો ૪૦૦ મીટર દોડમાં ભિલોડા તાલુકામાં ચોથો નંબર મેળવ્યો હતો. એથલેટિક સ્પર્ધામાં સારૂ પ્રદર્શન કરતા શાળાના આચાર્ય રોશનભાઈ ડામોર, સી.આર.સી, શાળાના સ્ટાફ પરીવારે તાલુકામાં વિજેતા બનનાર સર્વે ખેલાડીઓ, કોચ અનિલભાઈ ભગોરા ને બિરદાવ્યા હતા.ઉત્તરોતર પ્રગતિના શિખર સર કરો તેવી શુભકામનાઓ પાઠવી હતી.