અરવલ્લી જીલ્લા એસ.પી – શૈફાલી બારવાલ એ ભિલોડા પોલીસ સ્ટેશનની ઓચિંતી મુલાકાત લીધી, ભિલોડા પોલીસ સ્ટેશન પરિસરમાં સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજાઈ
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે કાર્યરત પોલીસ સ્ટેશન પરીસરમાં એસ.પી – શૈફાલી બારવાલ એ રાજકીય સ્થાનિક આગેવાનો અને વેપારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજાઈ હતો.અનેકવિધ બનાવો, પ્રશ્નો બાબતે ચર્ચા – વિચારણા કરાઈ હતી.અરવલ્લી જીલ્લા S.O.G. પી.આઈ – ડિ.કે.વાઘેલા, ભિલોડા પોલીસ સ્ટેશન પી.આઈ – એચ.પી.ગામીત, શામળાજી પોલીસ સ્ટેશન – પી.આઈ, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે શાંતિ અને સલામતી જળવાઈ તેવો અનુરોધ કર્યો હતો.પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ અટકાવવા સંદર્ભે વિશેષ ભાર મુકયો હતો.
ભિલોડા ગ્રામ પંચાયત સરપંચ મુકેશભાઈ ત્રિવેદી, કિર્તીભાઈ બારોટ, રામઅવતાર શર્મા, કલ્પેશભાઈ ચૌહાણ, અજીતભાઈ મકરાણી, જગદીશભાઈ પટેલ, મુકેશભાઈ પંચાલ, સંજયભાઈ પંચાલ, મહિપતસિંહ રાઠોડ, પ્રતિકભાઈ ભાવસાર, રાજકીય, સામાજીક આગેવાનો, વેપારીઓ, ભિલોડા ભારત વિકાસ પરિષદ, જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશનના સેવાભાવી કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા.