32.2 C
Gujarat
Wednesday, August 26, 2026
Home HeadLines અરવલ્લી: મોડાસા નજીક ગુરૂકૃપા પેપર મીલમાં ભિષણ આગ, આગ લાગવાનું કારણ અકબંધ,...

અરવલ્લી: મોડાસા નજીક ગુરૂકૃપા પેપર મીલમાં ભિષણ આગ, આગ લાગવાનું કારણ અકબંધ, માર્ચ મહિનામાં આગ લાગવાનો સિલસિલો !!!

0

અરવલ્લી જિલ્લામાં સામાન્ય રીતે ડુંગરો પર આગ લાગવાની ઘટનાઓ ઉનાળામાં શરૂ થતી હોય છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં પેપર મીલ ભળકે બળવાની ઘટના ઘટી છે. મોડાસાના કાબોલા ખાતે આવેલી ગુરૂકૃપા પેપરમીલમાં આગ લાગવાની ઘટના ઘટી છે. બપોરના અરસામાં અચાનક આગ લાગવાની જાણ થતા, તાત્કાલિક મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી. ઘટના અંગે કોલ મળતા, મોડાસા નગર પાલિકા ફાયર ફાઈટરની ટીમ પહોંચી હતી.

મોડાસાના કાબોલા ખાતે આવેલી ગુરૂકૃપા પેપર મીલના વેસ્ટ ગોડાઉનમાં મંગળવારના દિવસે બપોરના અરસામાં આગ લાગવાની ઘટના ઘટી હતી. ઘટનાને પગલે મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ ધીરે-ધીરે વધુ પ્રસરતા, મોડાસા નગર પાલિકાના 4 અને હિંમતનગર નગરપાલિકા ફાયર વિભાગની 1 ગાડી મળી 5 ગાડીઓને બોલાવવી પડી હતી. પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પૂંઠા હોવાને કારણે આગ ધીરે-ધીરે નીચેના ભાગે પહોંચી હતી, જેથી વેસ્ટ ગોડાઉન ખાલી કરવાની ફરજ પડી હતી. આ માટે 6 થી 7 જેટલા જેસીબી મશિનનો પણ ઉપયોગ લેવાયો હતો. હજુ પણ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ઘટનાને પગલે મોડાસા ગ્રામ્ય પોલિસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!