29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ધનસુરા પોલીસે ફિલ્મી ઢબે ગુજરી નજીક ક્રેટા ગાડીમાંથી ૧.૨૬ લાખનો...

અરવલ્લી : ધનસુરા પોલીસે ફિલ્મી ઢબે ગુજરી નજીક ક્રેટા ગાડીમાંથી ૧.૨૬ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, ચાલક ફરાર

0
74

 

ધનસુરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તરમાં આવેલ કોલવડા-ગુજરી શીકાવાળા રોડ ઉપર થઈ અમદાવાદ તરફ જતી ક્રેટા ગાડીમાંથી ધનસુરા પોલીસે રૂ.૧.૨૬ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

ધનસુરા મહિલા પીઆઇ ડી.જે.પ્રજાપતિ અને તેમની ટીમ નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન બાતમી હકકિત મળતા કોલવડા ગુજરી-શિકાવાળા રોડ ઉપર મોડાસા તરફથી આવતી ક્રેટા ગાડી પોલીસે જોઈ ઉભી ન રાખતા પોલીસે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતા પોલીસે જોઈ ગાડીમાં બેઠેલાં બે આરોપીઓ પોલીસને જોઈ ફરાર થઇ જતા પોલીસે ગાડીને કોર્ડન કરી ક્રેટા ગાડીની તલાસી લેતા ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની પેટીઓ કુલ બોટલ/ટીન નંગ-૮૮૩ જેની કિંમત રૂ.૧,૨૬,૫૪૦/- નો પ્રોહીબિશન મુદ્દામાલ તથા સફેદ કલરની ક્રેટા ગાડી નંબર જી.જે.૨૭.સીએમ.૯૦૬૩ જેની કિંમત રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૫,૨૬,૫૪૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી ફરાર ગાડી ચાલક અને ગાડી માં બેઠલ અન્ય એક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ફરાર બંને આરોપીને ઝડપી પાડવા ધનુસરા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!