37 C
Ahmedabad
Sunday, May 5, 2024

બુટલેગરો બેફામ : નાના ચિલોડાના બે બુટલેગરો સ્વીફ્ટ કારમાં 53 હજારનો દારૂ ભરી રાજસ્થાનથી આવી રહ્યા હતા, ઇસરી પોલીસે ઝડપ્યા


ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દેશી-વિદેશી દારૂનો ધૂમ વેપલો થઇ રહ્યો હોવાનું જગજાહેર છે અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર બુટલેગરો પર તવાઈ બોલાવી ખેપ નિષ્ફ્ળ બનાવી રહી છે ઇસરી પોલીસે વડથલી ગામની સીમમાંથી સ્વીફ્ટ કારમાં 53 હજારના દારૂની સાથે ગાંધીનગર નાના ચિલોડાના બે બુટલેગરોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

Advertisement

ઇસરી પીએસઆઈ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે રાત્રીના સુમારે પેટ્રોલિંગ હાથધરતાં સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા વડથલી ગામ નજીક નાકાબંધી કરી બાતમી આધારિત સ્વીફ્ટ કાર (ગાડી.નં-GJ BN 8401) ને અટકાવી તલાસી લેતા કારમાંથી 58 હજારથી વિદેશી દારૂ જપ્ત કરી કાર ચાલક બુટલેગર વિક્રમ પ્રહલાદ બારૈયા અને જયેશ ગિનાજી ચૌહાણ (રહે,નાના ચિલોડા-ગાંધીનગર) ને ઝડપી પાડી વિદેશી દારૂ, મોબાઈલ-2 અને કાર મળી કુલ રૂ.5.63 લાખનો મુદામાલ જપ્ત કરી બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!