33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાજનીતિ જગદીશ ઠાકોરની હાર્દિક પટેલને શુભેચ્છા, કહ્યું આડું-અવળું કરીને બીજુ કાંઇ ન કરો...

જગદીશ ઠાકોરની હાર્દિક પટેલને શુભેચ્છા, કહ્યું આડું-અવળું કરીને બીજુ કાંઇ ન કરો તેવી શુભેચ્છાઓ

0
181

ગુજરાતમાં રાજનીતિમાં મોટી ઉથલ-પાથલ જોવા મળી જેમાં કોંગ્રેસના બે નેતાઓ હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટે ભાજપનો ખેસ પહેરતા આકરી ટીકાઓ થઇ રહી છે, તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, પ્રાર્થના કરૂ છું કે, કોંગ્રેસમાં આવ્યા પછી જે મળ્યું, જે આપ્યું તેવું ત્યાં મળે કે ના મળે તો પણ શાંતિથી જીવન ગુજારજો.

અરવલ્લી જિલ્લાની ભિલોડા બેઠક માટે જન સંકલ્પ, જન ચેતના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મદુસુધન મિસ્ત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં દિવંગત ભિલોડાના ધારાસભ્ય ડો.અનિલ જોષીયારાના પુત્ર કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસ પાર્ટી દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે ભિલોડાની મુલાકાતે પહોંચેલા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે હાર્દિક પટેલ પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું.

તેમણે આડકતરી રીતે નિશાન સાધ્યું કે, જે લોકો ભાજપમાં ગયા છે, તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે, ત્યારે તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધુ આપ્યું હતું, જે ભાજપમાં મળે કે ના મળે પણ જીવન શાંતિથી ગુજારજો. આગળ વધજો અને જો પછી છ, બાર મહિને આડું-અવળું કરીને બીજુ કાંઇ ન કરો તેવી શુભેચ્છાઓ.

સાંભળો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે શું કહ્યું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!