42 C
Ahmedabad
Sunday, May 19, 2024

અરવલ્લી : સુજલામ સુફલામ યોજના “જળ સંચય” ના બદલે બની “ધન સંચય” યોજના…!! લાખ્ખો કરોડો રૂપિયાની માટી બારોબારીયુની ચર્ચા


રાજ્ય સરકાર દ્વારા સૂજલામ્‌ સુફલામ્‌ જળસંચય યોજના અમલી બનાવાઈ છે, જે અંતર્ગત ચોમાસાની સીઝનમાં તળાવો ઊંડા હોય તો વધુ વરસાદી જળનો સંગ્રહ તળાવમાં થઈ શકે તેવો હેતું વ્યક્ત કરાયો છે, જેથી ઉનાળા દરમિયાન ગામડાઓ અને શહેરોમાં આવેલા તળાવ ઉંડા કરવામાં આવે છે. જેથી વધુ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે પરંતુ સૂજલામ્‌ સુફલામ જળસંચય યોજનાની વ્યાખ્યા બદલી કેટલાક લોકોએ તેને ધન સંચય યોજના બનાવી દીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

અરવલ્લી જીલ્લામાં જળ સંચય યોજના હેઠળ તળાવો ઉંડા કરવાની અને ચેકડેમો ડિસીલ્ટીંગની કામગીરી ચાલી રહી છે ત્યારે તળાવો માંથી ખોદી કઢાતી માટીનો દુરુપયોગ થઇ રહ્યો હોવાની બૂમો ઉઠી રહી છે. જળ સંચય યોજનામાં તળાવો ઊંડા અને પહોળા કર્યા પછી નીકળતી માટીનો કોમર્શિયલ સ્કીમોમાં બારોબાર વહીવટ થઇ રહ્યો છે, જેમાં કેટલાલ ગ્રામ્ય વિસ્તારોમાં તળાવ ઉંડા કરવાના કૌભાંડમાં સરપંચ – તલાટી થી લઈને જિલ્લા પંચાયત સિંચાઈ તેમજ જિલ્લા સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મીલીભગત તેમજ ખાણખનીજ વિભાગની ધુતરાષ્ટ્ર નીતિના પગલે સરકારી તિજોરીને લાખ્ખો-કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડી ખિસ્સા ભરવામાં આવી રહ્યા છે સમગ્ર કૌભાંડમાં કોન્ટ્રાકટર, બિલ્ડરર્સ અને જવાબદાર તંત્રની તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ ની નીતિ અખત્યાર કરવામાં આવી રહી છે.

Advertisement

અરવલ્લી જીલ્લામાં આવેલા તળાવો અને ચેકડેમોમાં વરસાદ પહેલા વરસાદી પાણીના સંગ્રહ માટે જળસંચય યોજના હેઠળ જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા 132 તળાવો અને મનરેગા 116 તળાવ ઉંડા કરવાની કામગીરી પૂર્ણતાના આરે છે 13 તળાવો સ્વખર્ચે ઉંડા કરવામાં આવી રહ્યા છે જીલ્લામાં 1000 થી વધુ સફાઈ અને ડિસલ્ટિંગની કામગીરી ચાલી રહી છે આ કામગીરીમાં માં પણ પોલમપોલ ચાલી રહ્યું હોવાનું ગ્રામ્ય વિસ્તારોમાં આક્ષેપ થઇ રહ્યા છે.

Advertisement

જીલ્લામાં તળાવો ઉંડા કરવાની કામગીરીમાં તળાવમાંથી નીકળતી માટી ખેડૂતોના ખેતરમાં પૂરણ માટે નિઃશુલ્ક ઉપયોગ કરી શકે છે પરંતુ જીલ્લામાં ઘણા ખેતિવિષયક સર્વ નંબરના સોદા કરી માટી પૂરણ કરી રહ્યા હોવાનું તંત્રના અધિકારીઓ જાણતા હોવા છતાં ચુપકીદી સાધી લીધી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!