35 C
Ahmedabad
Sunday, May 19, 2024

કોંગ્રેસના મહિલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે કેસરિયો ધારણ કર્યો, 2017માં મણિનગર વિધાનસભા સીટના હતાં કોંગ્રેસમાં ઉમેદવાર


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલ પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટે કેસરિયો ધારણ કર્યો હતો.પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા શ્વેતાબેન બ્રહ્મભટ્ટ અને એમના સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડયા. શ્વેતા બ્રહ્મભટ્ટ પોતાના 300 સમર્થકો સાથે ભાજપ પક્ષમાં જોડાતા તમામ કાર્યકરોને ભાજપ પ્રદેશ પ્રમુખે આવકાર્યા હતા. પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, વિનોદભાઈ ચાવડા, પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ પ્રવક્તા યમલભાઈ વ્યાસ સહિત પ્રદેશ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
સવારે શ્વેતા બ્રહ્મભટ્ટ કમલમ જતાં પહેલાં માતાજીના દર્શન કર્યા છે. ભાજપમાં પ્રવેશ પહેલાં મેલડી માતાજીના દર્શન કરીને ખુલ્લી જીપમાં રોડ શો કર્યો હતો. રોડ શો કરીને તેઓ કમલમ ખાતે પહોંચ્યા હતા જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો.

Advertisement

કોણ છે શ્વેતા બ્રહ્મભટ્ટ
2017 વિધાનસભા ચૂંટણીમાં શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર વિધાનસભા સીટના કોંગ્રેસમાં ઉમેદવાર હતા અને ચૂંટણી લડ્યાં હતાં. તેમણે મણિનગર બેઠક પરથી ભાજપ ઉમેદવાર સુરેશ પટેલ સામે દાવેદારી કરી જોકે ચૂંટણી હારી ગયાં હતાં. શ્વેતા બ્રહ્મભટ્ટના પિતા નરેશ બ્રહ્મભટ્ટ વર્ષ 2000થી 2005 સુધી કોંગ્રેસના શાસનમાં હેલ્થ કમિટીના ચેરમેન રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!