40 C
Ahmedabad
Monday, May 20, 2024

મોડાસા તાલુકા પંચાયત પ્રમુખની ખોટી સહી સાથે અરજી કરાઈ ત્યાં સુધી પ્રમુખને ખ્યાલ જ નથી, જાણો શું છે સમગ્ર મામલો


મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ ફરીથી વિવાદમાં આવ્યા હોય તેલી લોકચર્ચાએ જોર પકડ્યું છે. મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખે તે હદે સ્પષ્ટીકરણ આપવું પડ્યું છે, તેમણે લેખિતમાં જણાવ્યું છે કે, જો તેમના નામે ખોટી અરજીઓ આવે તો ધ્યાને લેવી નહીં. મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખે આવું સ્પષ્ટીકરણ કેમ આપવું પડ્યું તે પણ હવે સવાલોના ચગડોળે ચઢ્યું છે અને સમગ્ર મામલે રાજનીતિ પણ ગરમાઈ હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

વાત જાણે એમ છે કે, 31 ડિસેમ્બર 2021 ના રોજ મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખના નામે ગાંધીનગર મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં અરજી થઇ હતી, જેમાં મોડાસા ઘટકના CDPO દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે, મોડાસા ઘટકના સી.ડી.પી.ઓ. દ્વારા દિવાળીના સમય બાદ દરેક કાર્યકરને દબાણ કરીને રૂપિયા 600  નું ઉઘરાણું કરેલ છે. આશા વર્કરનો પગાર ઓછો હોવા છતાં તેઓની પાસેથી ઉઘરાણું કર્યું હતું અને ત્યારબાદ પૈસા ન આપતા વિરોધ કરતી બહેનોને પગારમાં સાત દિવસનો પગાર 10 કાર્યકર જોડેથી કાપેલ છે. અને સમગ્ર મામલે સી.ડી.પી.ઓ.ની અન્ય જિલ્લામાં બદલી કરી દેવામાં આવે.  આ પત્ર એક સફેદ કાગળમાં મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખના નામજોગ અને તેમની સહીથી કરવામાં આવ્યો હતો, જેનું સ્પષ્ટીકરણ પ્રમુખ દ્વારા આપવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

ગાંધીનગર ખાતે સી.ડી.પી.ઓ. સામે થયેલ ખોટી અરજીને લઇને મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ બિપીનચંદ્ર કે.પટેલ દ્વારા લેખિતમાં જણાવાયું છે કે, તેમના નામનો ખોટો ઉપયોગ કરીને મોડાસા તાલુકા પંચાયત કચેરીના કંપાઉન્ડમાં આવેલ બાળ વિકાસ યોજનાના અધિકારીને માનસિક રીતે હેરાન કરવા માટે મારી જાણ બહાર ખોટી સહી કરીને અરજી કરવામાં આવી છે. તેમણે એમ પણ લખ્યું છે કે, તેઓની છવી બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને કેટલાક લોકો દ્વારા આવું કામ કરાયું છે, જેનું તેમને દુ:ખ છે. તેમણે બાળ વિકાસ વિભાગના અધિકારીની કામગીરીને વખાણીને સરકારની યોજનાઓનો લાભ બાળકો સુધી પહોંચતો હોવાનું પણ સ્પષ્ટીકરણ આપ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે, મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખની છવીને બગાડવાનો કોણ પ્રયાસ કરે છે તે સવાલ છે.

Advertisement

Advertisement

મોડાસા તાલુકાના પ્રમુખના નામે કોણે અને કેવી રીતે અરજી કરી તે સવાલ છે. શું પ્રમુખના નામે અરજી કરનાર અજાણી વ્યક્તિ સામે કાર્યવાહી કરાશે કે, આ પછી રાજનીતિક સ્ટંટ છે તે પણ એક સવાલ છે.

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!