34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home શિક્ષણ Shala Praveshotsav : મોડાસાના શામપુર ગામે અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રીએ બાળકોને શાળા...

Shala Praveshotsav : મોડાસાના શામપુર ગામે અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રીએ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો

0

અરવલ્લી જિલ્લામાં હાલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે મોડાસા સહિત ભિલોડા, મેઘરજ, માલપુર, બાયડ અને ધનસુરા પંથકમાં બાળકોનો ઉત્સાહ વધારવા પ્રવોશોત્સાવ કરવામાં આવ્યો છે. આ વચ્ચે મોડાસા તાલુકાના શામપુર ગામે પણ શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

મોડાસા તાલુકા ની શામપુર પ્રાથમિક શાળામાં રાજ્ય કક્ષા મંત્રી અને અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રી કુબેરભાઇ ડિંડોર ની ઉપસ્થિતિમા શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મોડાસા તાલુકા ભાજપા પ્રમુખ ભીખુસિંહ પરમાર, મહામંત્રી અંકિતભાઇ પટેલ, રમેશભાઈ પટેલ, તાલુકા ઉપપ્રમુખ ચિરાગગિરી ગોસ્વામી, મોડાસા તાલુકા યુવા મોરચા મહામંત્રી આકાશ વ્યાસ, કારોબારી સદસ્ય લાલસિંહ ચૌહાણ ગામના સરપંચ તાલુકા સદસ્ય અને ગામના આગેવાનો અને સ્કૂલના બાળકો સાથે રહી શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!