42 C
Ahmedabad
Friday, May 17, 2024

સાબરકાંઠા સખી વન સ્ટોપ સેન્ટરે પરિવારથી વિખુટી પડેલ રાજસ્થાનની માનસિક દિવ્યાંગ મહિલા ને પરિવાર સાથે મિલાપ કરાયો


મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર મહિલાના પરિવારને સુરક્ષિત રીતે સોંપી

Advertisement

હિંમતનગર હડિયોલ ગામ માં બે દિવસ પહેલાં કોઈ અજાણી મહિલા રસ્તો ભટકી જાય તેવું જણાતા હડિયોલ ના સરપંચે મહિલાને પૂછપરછ કરવાનો પ્રયાસ કરતા મહિલા માનસિક દિવ્યાંગ હોવાનું જણાતા સરપંચે મહિલા હેલ્પલાઇન નંબર 181 ને ફોન કરી બોલાવી હતી ત્યારે મહિલા હેલ્પ લાઇનને મહિલાની પૂછપરછ કરી સરનામું જાળવવાનો પ્રયત્ન કર્યો હતો પણ મહિલા કોઈ નામ સરનામું ન જણાવી શકતા તેને જૂની સિવિલ ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટર ને સોંપી હતી.

Advertisement

ત્યારબાદ સખીવન સ્ટોપ સેન્ટર ઇન્ચાર્જ તે મહિલાને પરિવાર સાથે જલ્દી મેળાપ થાય તે માટે ના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. અને મહિલા સાથે વાતચીત કરી સરનામું જાણવાનો પ્રયત્ન કરતા મહિલા પાસેથી તેના રહેણાંકને થોડી માહિતી મળતા તે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ની હોવાનું જણાતા સખી વન સ્ટોપ ઇન્ચાર્જ એ ડુંગરપુર પોલીસને ફોન કરી મહિલાનો ફોટો મોકલી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે દિવ્યાંગ મહિલા બિછીવાડા તાલુકાના બરોઠી ગામના છે ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને આ મહિલા વિશે માહિતી પ્રાપ્ત કરી હતી અને ત્યાંની પોલીસે બરોઠી ગામના સરપંચ ને સંપર્ક કરતા મહિલાના પરિવારને મળી વિડીયોકોલ માં મહિલાને ઓળખાણ કરાવી તે મહિલા ઘરેથી નીકળી ગયેલ હોવાનું જણાવ્યું હતું. ત્યારે મહિલાના પિતા હિંમતનગર જૂની સિવિલ ખાતે આવેલ સખી વન સ્ટોપ મા દીકરી ને લેવા પહોંચ્યા હતા અને સખીવન સ્ટોપ ના ઇન્ચાર્જ સાથે વાતચીત કરી હતી અને ઇન્ચાર્જ એ તેમની કાર્યવાહી કર્યા બાદ દિવ્યાંગ મહિલા ને પરિવારને સુરક્ષિત સોંપી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!