28 C
Ahmedabad
Saturday, September 23, 2023

આંદામાન અને નિકોબાર ટાપુઓ ભૂકંપના આંચકાથી ધુર્જી ઊઠ્યા,રીક્ટર સ્કેલ પર નોંધાઈ સ્કે 5.0 ની તીવ્રતા


મંગળવારે વહેલી સવારે આવેલા ભૂકંપના આંચકાથી આંદામાન અને નિકોબાર ટાપુઓ હચમચી ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે સવારે લગભગ 5:57 વાગ્યે ટાપુઓમાં આંચકા અનુભવાયા હતા.

Advertisement

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર બિંદુ પોર્ટ બ્લેરથી 215 કિમી ESE દૂર હતું. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. અધિકારીઓએ એ પણ જણાવ્યું હતું કે, સોમવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં 3.2 તીવ્રતાનો નીચી-તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, પરંતુ કોઈ નુકસાન થયું ન હતું.

Advertisement

અધિકારીઓએ જણાવ્યું કે, ભૂકંપ કેન્દ્રશાસિત પ્રદેશના ડોડા વિસ્તારમાં બપોરે 12.12 વાગ્યે આવ્યો હતો. તેમણે કહ્યું કે તેનું કેન્દ્રબિંદુ 33.12 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 5 કિમીની ઊંડાઈએ 75.55 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!