ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, મોટાભાગની બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા છે. આજે મોડાસા વિધાનસભાની બેઠક પર રાજેન્દ્રસિંહ પરમારના નામની જાહેરાત થતાં આપમાં ડખો જોવા મળ્યો, હજીરા વિસ્તારમાં આપના કાર્યકરો અને પોતાને ટિકિટ મળશે અને તેઓ દાવો કરતા આગેવાનો હજીરા વિસ્તારમાં આવી પહોંચ્યા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી.
મોડાસા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ મોડાસા સર પી.ટી.સાયન્સ કોલેજના પ્રોફેસર રાજેન્દ્રસિંહ પરમારના નામની જાહેરાત કરાઈ છે, ત્યારે સંભવિત ઉમેદવારો નરેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ટિંટોઈના રાહુલ સોલંકી સહિત તેમના સમર્થકો હજીરા વિસ્તારમાં પહોંચ્યા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં ટેલિફોનિક ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી હતી. આ સાથે જ અરવલ્લી જિલ્લા પ્રમુખ પણ મોડાસા ખાતે આવી પહોંચ્યા હતા.
આમ આદમી પાર્ટીએ આજે રાજેન્દ્રસિંહ પરમારના નામની જાહેરાત કરતા જ આ નારાજગી સામે આવી હતી ત્યારે હવે પાર્ટી કઈ દિશામાં કામ કરશે તે જોવું રહ્યું હાલ તો ટિકિટ મળ્યા પછી રાજેન્દ્રસિંહ પરમારને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે તો બીજી બાજી નારાજ ચાલી રહેલા આપ ના આગેવાનો પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવા જાય તેવી પણ શક્યતાઓ છે.
Home સત્તા સંગ્રામ 2022 અરવલ્લી જિલ્લાની મહત્વપૂર્ણ મોડાસાની બેઠક પર ઉમેદવાર જાહેર થતાં AAP માં ડખો,...


