ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે AAP દ્વારા એક બાદ એક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. આ વચ્ચે AAPમાંથી ગોપાલ ઈટાલિયા કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈને સવાલો હતા. ગોપાલ ઈટાલિયા ક્યાંથી ચૂંટણી લડવાના છે તેવી અટકળોનો અંત આવ્યો છે. અરવિંદ કેજરીવાલે આજે ટ્વીટ કરીને ગોપાલ ઈટાલિયા તથા મનોજ સોરઠિયા ક્યાંથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરી દીધી છે.
राजनीति में युवाओं की भागीदारी ज़रूरी है। गुजरात में हमारे प्रदेश अध्यक्ष एवं लोकप्रिय युवा श्री गोपाल इटालिया को सूरत की कतारगाम विधानसभा से ओर प्रदेश महामंत्री श्री मनोज सोरठिया को करंज विधानसभा से गुजरात की जनता चुनाव लड़ाएगी, दोनों युवाओं को मैं शुभकामनाएँ देता हूँ।
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 9, 2022
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે, રાજનીતિમાં યુવાઓની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં આપણા પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય યુવા ગોપાલ ઈટાલિયાને સુરતની કતારગામ વિધાનસભા અને મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ વિધાનસભાથી ગુજરાતની ચૂંટણી લડાવશે. બંને યુવાઓને શુભકામનાઓ આપું છું.


