અરવલ્લી જિલ્લામાં શરૂ થયેલા ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની હેન્ડ બોલ રમતનું સમાપન થયું. મોડાસાની શ્રી.સી.જી.બુટાલા સર્વોદય હાઈસ્કૂલ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની હેન્ડ બોલ ટુર્નામેન્ટમાં અંડર 14 ભાઈઓ બહેનો, અંડર 17 ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો.

જિલ્લા કક્ષાની હેન્ડ બોલ ટુર્નામેન્ટમાં મહત્વની વાત એ છે કે, ભિલોડા ગ્રામપંચાયતની બહેનો ની હેન્ડબોલ ની ટીમ અરવલ્લી જિલ્લામાં અવ્વલ આવી છે. ખેલ મહાકુંભમાં વિજેતા બીજો અને ત્રીજો નંબર પણ ભિલોડા ગ્રામપંચાયત બી ટીમ તેમજ ગ્રામપંચાય સી ટીમ નો રહ્યો. આમ સતત છેલ્લા 5 વર્ષથી ગ્રામ પંચાયત ભિલોડા ની ટીમ વિજેતા બનતી રહી છે અને ભિલોડા ગ્રામ પંચાયત નું નામ અરવલ્લી જિલ્લામાં હેન્ડબોલ માં ગૌરવ અપાવતા રહ્યા છે.

અંડર 14 ભાઈઓ
- શ્રી એન.એચ. શાહ સ્કૂલ બાયડ પ્રથમ
- શ્રી પી. જી. મહેતા સ્કૂલ માલપુર દ્રિતીય
- આર. જે. તન્ના પ્રેરણા મંદિર ભિલોડા તૃતીય
અંડર 14 બહેનો
- આર.જે.તન્ના પ્રેરણા મંદિર ભિલોડા, પ્રથમ
- શ્રી એન. એચ. શાહ સ્કૂલ બાયડ, દ્રિતીય
- શ્રી પી. જી. મહેતા સ્કૂલ માલપુર તૃતીય
અંડર 17 ભાઈઓ
- શ્રી સી. જી. બુટાલા સર્વોદય સ્કૂલ મોડાસા પ્રથમ
- આર. જે. તન્ના પ્રેરણા મંદિર ભિલોડા દ્રિતીય
- શ્રી એન. એચ. શાહ સ્કૂલ બાયડ તૃતીય
અંડર 17 બહેનો
- આર.જે. તન્ના પ્રેરણા મંદિર ભિલોડા પ્રથમ
- શ્રી સી. જી બુટાલા સર્વોદય સ્કૂલ મોડાસા દ્રિતીય
- શ્રી પી. જી. મહેતા સ્કૂલ માલપુર તૃતીય





