34 C
Ahmedabad
Friday, May 17, 2024

ગાંધીનગર ખાતે આદિવાસી સમાજના પ્રશ્નોને લઇને જંગી રેલી, અરવલ્લી જિલ્લાના 5 હજાર વનબંધુ જોડાશે


ગુજરાત સરકાર આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તારોના વિકાસની વાતો કરી રહી છે બીજીબાજુ વિકાસના નામે કેટલાક વિસ્તારોમાં આદિવાસી સમાજને કનડગતનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ૨૫ માર્ચ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી કોંગ્રેસ આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અરવલ્લી જીલ્લાના ૫ હજારથી વધુ આદિવાસી સમાજના લોકો પોતાના હક્કની લડાઈ માટે રેલીમાં જોડાશે તેમ જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારધીએ જણાવ્યું હતું

Advertisement

અરવલ્લી જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારધીના જણાવ્યા અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ધ્વારા આદિવાસી સમાજના વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નો અને હક અધિકારની માંગ સાથે ગાંધીનગર ખાતે ૨૫ માર્ચ જંગી રેલી યોજાશે જેમાં ૧૯ જીલ્લાના આદિવાસી સમાજના લોકો ઉમટી પડશે રાજ્યસરકારમાં અવાર નવાર આદિવાસી સમાજના વણઉકેલ્યા પ્રશ્નો વિવિધ સંગઠનોએ તથા કોંગ્રેસ પક્ષ ધ્વારા અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત માં ૨૭ વર્ષથી ભાજપ સરકારનું શાશન ચાલે છે .પાર તાપી નર્મદા રિવર લીંક પ્રોજેકટ તથા આદિવાસી વિસ્તાર માથી પસાર થનારા કોરિડોર ની વાત હોય કે જંગલ જમીનની વાત હોય , જંગલ જમીન ના હક માટે ૧ લાખ થી ઉપર જંગલ જમીનના હક અને અધિકાર આપવામાં આવ્યા નથી ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતનાં આદિવાસી સમાજે ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરવા બાબતે સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કર્યુ હતું સરકારે આદિવાસી સમાજના આગેવાનો સાથે વાટાઘાટો કરી ખોટા પ્રમાણપત્રો રદકરવા બાહેધરી આપી હતી છતાં સરકાર ધ્વારા હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી ST , SC , OBC બેકલોગ જગ્યાઓ ભરવામાં આવતી નથી

Advertisement

આદિવાસી પૂર્વપટ્ટી અરવલ્લી , સાબરકાંઠા , મહીસાગર , દાહોદ જેવા અનેક જિલ્લાઓ માં પીવાના પાણી સીંચાઈની આરોગ્ય , શિક્ષણ , રસ્તા જેવી અંતરિયાળ વિસ્તારમાં પાયાની સુવિધા આપવામાં આવતી નથી . રાજ્ય સરકારની આદિવાસી સર્વાંગી વિકાસ ની મોટી મોટી જાહેરાતો કરે છે . બજેટ પણ ફાળવે છે . બજેટ માત્ર કાગળ રહી જાય છે . જે ગ્રાન્ટ આદિવાસી તાલુકાના વિસ્તારમાં ફાળવામાં આવે છે તે પણ અન્યત્ર વાપરી નાખવામાં આવે છે આદિવાસી તાલુકાઓ GIDC તથા નાના મોટા ઉધ્યોગો સ્થાપવામાં આવતા નથી તેથી બેરોજગાર યુવાનોને શહેર વિસ્તારમાં ભટકવું પડે છે આમ ગણા વિવિધ પ્રશ્નો બાબતે સમગ્ર ગુજરાત માથી હજારો લોકો ગાંધીનગર ખાતે ઉમટી પડસે તથા ખાસ કરી અરવલ્લી , ભિલોડા , મેઘરજ થી ૫૦૦૦ હજાર થી વધુ આદિવાસી સમાજના લોકો ભાગ લેશે અને જો અમારી માગ નહીં ઉકેલાય તો સમગ્ર આદિવાસી પૂર્વ પટ્ટી માં તાલુકા જિલ્લા મથકો એ જલદ કાર્યક્રમમાં આપવામાં આવશે .

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!