ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તૈયારીઓનો ધમધમાટ તેજ કરી દીધો છે, ત્યારે જૂના અને કોંગ્રેસના અગ્રણીઓને વિવિધ હોદ્દાઓ પર નિમણૂક કરવાની તજવીજ હાથ ધરી દીધી છે. અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠક પર ફરીથી જમાવટ કરવા કોંગ્રેસ પાર્ટીએ કવાયત તેજ કરી છે.
અરવલ્લી જિલ્લા કોંગ્રેસના સિનિયર નેતા અને મોડાસા તાલુકાના ટીંટોઇ ગામના અગ્રણી પુંજીલાલ શેઠ ની ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકેની વરણી કરવા સામાજિક રાજકીય અગેવાનીએ અભિનંદન પઠાવ્યા હતા.





