38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ફિલ્મી સ્ટાઇલથી દારૂ ભરેલી કારને પોલીસે બે વાહનો વડે બ્લોક...

અરવલ્લી : ફિલ્મી સ્ટાઇલથી દારૂ ભરેલી કારને પોલીસે બે વાહનો વડે બ્લોક કરી 1.36 લાખનો દારૂ ઝડપતી શામળાજી પોલીસ

0
167

 

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના આગમન પછી શામળાજી પોલીસ સતત વિદેશી દારૂ ભરેલ વાહનોને ઝડપી પાડી બુટલેગરો પર તવાઈ બોલાવી છે શામળાજી પોલીસે વિદેશી દારૂ ભરેલી કારને ફિલ્મી સ્ટાઇલથી બે સરકારી વાહનોથી રોડ પર બ્લોક કરી ઝડપી લીધી હતી બુટલેગર વિદેશી દારૂ ભરેલી ટવેરા ગાડી રોડ પર મૂકી જંગલમાં ફરાર થઇ ગયો હતો

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર બેરિકેડ ગોઠવી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતાં વિદેશી દારૂ ભરેલી ટવેરા ગાડીના ચાલકે બેરિકેડ ગોઠવેલ સર્વિસ રોડના બદલે હાઇવે પરથી હંકારી મુકતા પોલીસને શંકા જતા પીછો કરતા ટવેરા ગાડીના ચાલકે હાઇવે પર અને અંતરિયાળ વિસ્તારોમાં ગાડી દોડાવી પોલીસને હંફાવી હતી જો કે પોલીસે પીસીઆર ગાડી અને અન્ય પોલીસજીપ વડે પીછો ચાલુ રાખતા ધંધાસણ ગામ નજીક કાચા રસ્તા પર પોલીસજીપ પાછળ થી પીછો કરતી હોવાથી અને સામે પીસીઆર વાન આવી જતા દારૂ ભરેલી ગાડી બ્લોક થતા બુટલેગર રોડ પર ગાડી મૂકી જંગલમાં ફરાર થઇ જતા પોલીસે બિનવારસી ટવેરા ગાડીમાંથી 1.36 લાખથી વધુના વિદેશી દારૂ સાથે 6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!