33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ ભિલોડાના ટાકાટૂંકા ગામ નજીક અલ્ટો કારમાંથી 88 હજારના વિદેશી...

અરવલ્લી : LCBએ ભિલોડાના ટાકાટૂંકા ગામ નજીક અલ્ટો કારમાંથી 88 હજારના વિદેશી દારૂ સાથે સુનોખના બુટલેગરને ઝડપ્યો

0
212

 

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની શખ્ત અમલવારી માટે સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે ભિલોડાના ટાકાટૂંકા ગામ નજીક સુનોખ ગામના બુટલેગરને કારમાં 88 હજારથી વધુના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં રાજસ્થાનમાંથી અલ્ટો કાર વિદેશી દારૂ ભરી ટાકાટૂંકા ગામ તરફ આવનાર હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે તાબડતોડ ટાકાટૂંકા ગામની સીમમાં પહોંચી વોચ ગોઠવી બાતમી આધારિત અલ્ટો કાર આવતા અટકાવી કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ તથા બિયરના ટીન નંગ-176 કીં.રૂ.88400/-નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર વિજયસિંહ ચંદનસિંહ ઉદાવત (રહે,સુનોખ) ને દબોચી લઇ વિદેશી દારૂ,કાર અને મોબાઈલ મળી કુલ રૂ.3.94 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાન ઉદેપુર પાટીયાના રીન્કુ નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!