અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની શખ્ત અમલવારી માટે સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે ભિલોડાના ટાકાટૂંકા ગામ નજીક સુનોખ ગામના બુટલેગરને કારમાં 88 હજારથી વધુના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં રાજસ્થાનમાંથી અલ્ટો કાર વિદેશી દારૂ ભરી ટાકાટૂંકા ગામ તરફ આવનાર હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે તાબડતોડ ટાકાટૂંકા ગામની સીમમાં પહોંચી વોચ ગોઠવી બાતમી આધારિત અલ્ટો કાર આવતા અટકાવી કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ તથા બિયરના ટીન નંગ-176 કીં.રૂ.88400/-નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર વિજયસિંહ ચંદનસિંહ ઉદાવત (રહે,સુનોખ) ને દબોચી લઇ વિદેશી દારૂ,કાર અને મોબાઈલ મળી કુલ રૂ.3.94 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાન ઉદેપુર પાટીયાના રીન્કુ નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા