42 C
Ahmedabad
Saturday, May 18, 2024

હૈદરાબાદમાં PM મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું, “પરિવારવાદ યુવાનોના સપનાને કચડી નાખે છે”


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણાની રાજધાની હૈદરાબાદની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે બેગમપેટ એરપોર્ટ પર બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. વિપક્ષો પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે આજે પરિવારની પાર્ટીઓના કારણે દેશમાં યુવાનોના સપનાને કચડી નાખવામાં આવી રહ્યું છે.

Advertisement

પીએમ મોદીએ બીજેપી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે તેમની રાજનીતિ માત્ર એ વાત પર કેન્દ્રિત છે કે જો કોઈ પરિવાર કોઈપણ રીતે સતત સત્તા પર કબજો કરી શકે અને લૂંટફાટ કરી શકે તો તેઓ લૂંટ કરતા રહે છે. પરિવારવાદના પક્ષો જ પોતાનો વિકાસ કરે છે. પોતાના પરિવારના સભ્યોની તિજોરી ભરે છે. આ પારિવારિક પક્ષોને ગરીબોની પીડાની ચિંતા નથી.

Advertisement

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે પરિવારવાદના કારણે દેશના યુવાનો અને પ્રતિભાઓને દેશના રાજકારણમાં આવવાની તક પણ મળતી નથી. કુટુંબવાદ તેમના દરેક સપનાને કચડી નાખે છે. તે તેમના માટે દરેક દરવાજા બંધ કરે છે.

Advertisement

નોંધનીય છે વડાપ્રધાન મોદીનો ઈશારો કોંગ્રેસના ગાંધી પરિવાર પર હતો. કોંગ્રેસ પક્ષ ધીરે ધીરે હસ્યામાં ધકેલાય ગયો છે. એક જ પરિવાર છેલ્લા ઘણા સમયથી પાર્ટીના ફેંસલા લે છે અને બીજા લોકોને તક આપવામાં આવતી નથી જેથી કોંગ્રેસમાંથી વંશવાદને કારણે પાર્ટી ખતમ થઇ જશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!