માળિલા જેવા સાવ નાનકડા ગામડામાં જન્મ લઈ ઈફ્કોના ચેરમેન, એનસીયુઆઈ અને ગુજકોમાસોલના ચેરમેન પદે પહોંચેલા દિલીપભાઈ સંધાણી એક ખુબ રોચક અને રાજનીતીનુ રિપોર્ટીંગ કરનાર પત્રકારો અને વિરજીભાઈ ઠુમ્મરની જેમ ચૂંટણી પ્રિય નેતા કે રાજકિય કાર્યકરને રસ પડે તેવી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે.
દિલીપભાઈ સંઘાણીનો પરિચય કે હાલ તે જે પોસ્ટ પર બીરાજમાન છે તેના પર લખવુ કે બોલવાની કોઈ જરુર નથી. સૌને ખબર છે તેમના હોદ્દાની. પરંતુ તેઓ જે ચૂંટણી લડવા જઈ રહ્યાં છે તે ખુબ ઈન્ટરેસ્ટીંગ છે.ઉદાહરણથી આ ચૂંટણી સમજીએ. દિલીપભાઈ સંઘાણી લોકસભાનૂી ચૂંટણી લડે તો તેઓ સાવરકુંડલા, કુંકાવાવ, જાફરાબાદ, મોટા સમઢિયાળા, ધારી, હળિયાદ, મોટા મુંજીયાસર થી લઈ લિલિયા તાલુકાના કણકોટ, ક્રાંકચ વગેરે ગામમાં ચૂંટણી પ્રચાર માટે જાય અને સાથે તેમના કાર્યકરો પણ જરોશોરથી ચૂંટણી પ્રચારમાં જોડાઈ જાય.
હવે હાલ તેઓ જે સહકારી ક્ષેત્રની વિશ્વની સૌથી મોટી સંસ્થા ICAO- ઈન્ટરનેશનલ કોઓપરેટીવ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ પદ માટે દાવેદારી કરી છે. આ આસીએઓ વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા છે એને તેના પર છેલ્લા વિશ વર્ષથી કોરિયાનો કબજો છે. દિલીપભાઈ સંઘાણી દેશના પ્રથમ એવા નેતા છે જેમણે આ પદ માટે દાવેદારી કરી છે.અને હવે આવે છે, ઈન્ટરેસ્ટીંગ વાત. આ ચૂંટણીમાં દિલીપભાઈને પુછ્યુ કે પ્રચાર કરવા કેવી રીતે જવાના? સાંભળો, દિલીપભાઈએ કહ્યું કે કુલ 130 દેશમાં આના મતદારો છે. બોલો..વિધાનસભામાં એકસો વિશ ગામમાં પ્રચાર કરવામાં ફિણ આવી જાય છે ત્યારે અહિયા તો પોલેન્ડ, નાઈજીરીયા, મેક્સીકો, બ્રાઝીલ, જપાન, નેપાળ, સાઉથ આફ્રિકા, અમેરિકા જેવા કુલ 130 દેશમાં મતદારો પાસે પ્રચાર કરવા જવાનુ.
લોકલ ચૂંટણીમાં તો આપણે કહીએ પણ ખરા કે ફલાણા ગામમાં વેવાઈ રહે છે, અમે પ્રચાર કરી આવીશું, આમાં શું કહેવુ. ?
દિલીપ સંઘાણી આવતી કાલથી કદાચ દસ દિવસના આંતરરાષ્ટ્રીય ચૂંટણી પ્રચારમાં જશે. મળતી માહિતી મુજબ તેઓ આંતરાષ્ટ્રીય મતદારોને પોતાની તરફેણમાં મત આપવા માટે કન્વીન્સ કરાવશે અને ત્યાર બાદ મતદાન સુધી તેઓ વિદેશમાં જ રહશે. અમરેલીના તમામ લોકો તરફથી દિલીપ ભાઈને એડવાન્સ શુભેચ્છા.
ખેર, દિલીપભાઈ સંઘાણી આ આંતરરાષ્ટ્રીય ચૂંટણી પણ સરળતાથી જીતી જશે. આગામી દિવસોમાં તેઓ અનેક દેશમાં પ્રચાર માટે જશે. જો દિલીપભાઈ સંઘાણી આ ચૂંટણી જીતી જશે તે દેશ માટે અને અમરેલી માટે ગૈૌરવની ધટના બનશે, કારણ કે પ્રથમ વખત કોઈ ભારતીય આ પદ પર બીરાજમાન થશે.
દિલીપભાઈ પર નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહને એટલો ભરોસો છે કે સહકારી ક્ષેત્રની તમામ મોટી સંસ્થાઓની જવાબદારી તેમણે દિલીપભાઈને સોંપી છે. હવે આંતરરાષ્ટ્રીય કક્ષાની ચૂંટણીમાં પણ દિલીપ સંઘાણી વિજય મેળવી મોદી સાહેબના ચરણોમાં આ વિજય અર્પણ કરી દોસ્તી પર મુકેલો ભરોસો સાચો ઠેરાવશે.
દિલીપભાઈ સંઘાણીને આંતરરાષ્ટ્રીય સહકારી સંઘની ચૂંટણીમાં વિજય થવા માટેની શુભકામનાઓ. અને કોઈ દેશમાં પ્રચાર માટે જવાનો હો તો દિલીપ ભાઈ અમને પણ સાથે લેતા જજો, સાવ નવરા એટલે કે ફ્રિ છીએ.( હા..હા..હા..હા..)


