37 C
Ahmedabad
Monday, May 6, 2024

બોર બનાવવા કોંગી ધારાસભ્યએ રોકડા આપ્યા, 40 વર્ષથી પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકો કોંગ્રેસમાં જોડાયા..!!


રાધનપુરના કોંગ્રેસી ધારાસભ્ય રઘુ દેસાઈની ખાસ ઉપસ્થિતિ વચ્ચે રવિવારના રોજ રાધનપુર તાલુકાના પોરાણા ગામના સરપંચ સહિત સમસ્ત ગ્રામજનો છેલ્લા 40 વર્ષથી પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા વિધિવત રીતે ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાયા છે. ધારસભ્ય રઘુ દેસાઈએ નવો બોર બનાવવા 3 લાખ રોકડા આપ્યા હતા.

Advertisement

પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં દર ઉનાળામાં સજૉતી પાણીની સમસ્યાનો ભાજપના રાજકીય આગેવાનો દ્વારા નિવેડો નહી લવાતા છેલ્લા 40 વષૅથી પાણી માટે મુશ્કેલી ભોગવી રહેલા રાધનપુર તાલુકાના પોરાણા ગામના સરપંચ સહિત સમસ્ત ગ્રામજનોએ રવિવારનાં રોજ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસનો પંજો પકડતાં રાધનપુર ભાજપમાં રાજકીય ગાબડું પડતાં સનસનાટી મચી જવા પામી હતી.

Advertisement

વિધાનસભાની ચૂંટણીમાં જીતવા આહવાહન આ પ્રસંગે ઠાકોર સમાજ અને સેનાનાં આગેવાનો, કાયૅકરો સહિત અન્ય સમાજના આગેવાનો યુવાનો પણ રાધનપુર ધારાસભ્ય રઘુ દેસાઈની ખાસ ઉપસ્થિતમાં કોંગ્રેસમાં પ્રવેશતા તમામ આગેવાનો અને કાર્યકરોને ધારાસભ્ય રઘુ દેસાઈએ ખેસ પહેરાવી કોંગ્રેસ પાર્ટીમાં આવકારી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની ચારે ચાર વિધાનસભા બેઠકો પર કોંગ્રેસનો પંજો છવાઈ તે માટે આહ્વાન કર્યું હતું. જ્યારે ધારસભ્યે નવો બોર બનાવવા 3 લાખ રોકડા આપ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!