36 C
Ahmedabad
Sunday, May 5, 2024

પંચમહાલ: શહેરા તાલુકાના જંગલોમાં વૃક્ષો ઉછેરીને હરિયાળા બનાવામા સહભાગી થવા વનવિભાગની અપીલ


પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના નવા ભુણિદ્રા ગામે આવેલા દેલુચીયા મહારાજના ગણાતા ડુંગર ખાતે તાલુકાકક્ષાના વનમહોત્સવની ઉજવણી કરવામા આવી હતી.કાર્યક્રમમાં શહેરા વનવિભાગના અધિકારીઓ,રાજકીય હોદ્દેદારો સહિત આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.સાથે 2000 જેટલા વિવિધ પ્રજાતિઓના રોપાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.અને સાથે સાથે વૃક્ષો વાવીને પર્યાવરણનુ જતન કરી આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવાનો સંદેશો આપવામા આવ્યો હતો.

Advertisement

લોકોને વ્રુક્ષોના સાંસ્કૃતિક મહત્વ સમજવા માટે, ઔષધિય વ્રુક્ષોથી લોકોને માહિતગાર કરવા, વૃક્ષ ઉછેર સાથે લોકોને ભાવનાત્મક રીતે સાંકળવા, વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં વધારો કરવા, પર્યટનને પ્રોત્સાહન આપવા,માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વન મહોત્સવ કાર્યક્રમ ઉજવામા આવે છે.શહેરા તાલુકાના ભુણીન્દ્રા ગામે તાલુકાકક્ષાના વન મહોત્સવ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.દેલોચીયા મહાદેવના ડુગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરા તાલુકા વનવિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.તેમનું સાલ અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.શહેરા વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રોહીતભાઈ પટેલે આ વન મહોત્સવ કાર્યક્રમમાં પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યુ હતુ કે શહેરા તાલુકામાં જે વન વિસ્તાર આવેલો છે,જે આપણા માટે ગૌરવની વાત છે. આ જંગલમાં 100 ટકા શુધ્ધ ઓકસીજન મળે છે. તાલુકાના ગામોને જગંલ મળ્યા છે.પાનમડેમ બાજુના જંગલો હિલ સ્ટેશન જેવા માહોલ ઉભો કરે છે.જે ખુશનસીબ વાત છે.શહેરા તાલુકામાં જે બોડા ડુગરો આવેલા છે. તે બોડા ડુંગરોમા વૃક્ષારોપણ કરીને તેને લીલાછમ આચ્છાદિત બનાવા છે.તે દિશામાં અમારો પ્રયત્ન છે, પણ લોકોનો સહયોગ મળે તે જરૂરી છે. જમીનના પ્રશ્નોને લઈને તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે કોઈ પણ ખેડુતોએ ગેરમાર્ગે દોરવાની જરુર નથી અમે તમને સમજણ આપીશુ.ઘોઘંબા,હાલોલ,બાદ શહેરા તાલુકાનો જંગલ સૌથી સારો જંગલ વિસ્તાર ગણવામા આવે છે.આ વન મહોત્સવ કાર્યક્ર્મમાં આસોપાલવ,નીલગીરી,લીમડા,સહીતના 2000થી વધુ રોપાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!