33 C
Ahmedabad
Tuesday, May 28, 2024

અરવલ્લી : લોકસભાની ચૂંટણીમાં તંત્રની ધરખમ તૈયારીઓ સખી, આદર્શ, યુવા અને દિવ્યાંગો સંચાલિત મતદાન મથકો ઉભા કરાશે


 

Advertisement

જીલ્લામાં 21 સખી મતદાન મથક,3 આદર્શ મતદાન મથક, 3 દિવ્યાંગ સંચાલિત મતદાન મથક અને 1 યુવા સંચાલિત મતદાન મથક તૈયાર કરવામાં આવશે.
જીલ્લાના 448329 પુરુષ મતદારો, 414523 મહિલા મતદારો મતદારો તથા 19 અન્ય મતદારો સહીત 842871 મતદારો માટે વિશિષ્ટ મતદાન મથકો તૈયાર થશે

Advertisement

 

Advertisement

લોકસભા ચૂંટણી – 2024 માટે સમગ્ર દેશમાં 19 એપ્રિલ 2024 થી 01 જૂન 2024 સુધી સામાન્ય ચૂંટણીઓ યોજાશે. જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 07 મે, 2024ના રોજ કુલ 26 લોકસભા સીટ પર મતદાન થનાર છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં પુર્ણ કરવા મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં કામગીરી થઈ રહી છે. જેમાં અરવલ્લી જિલ્લામાં પણ વધુમાં વધુ મતદાતાઓને મતદાન બુથ સુધી લાવવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નક્કર પગલાઓનું આયોજન છે. ત્યારે મતદાતાઓના આ તમામ જુથોને મતદાન આપવા માટે પ્રોત્સાહન મળે તથા મતદાન માટે સરળતા રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક ખાસ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

Advertisement

જેમાં જિલ્લાના વિવિધ સ્થળોએ સખી, આદર્શ, યુવા અને દિવ્યાંગો સંચાલિત મતદાન મથકો ઉભા કરી વિશેષ સ્ટાફ દ્વારા આ મતદાન બુથોને સંચાલિત કરવામાં આવશે. જિલ્લામાં ૨૧ સખી મતદાન મથક, ૩ આદર્શ મતદાન મથક, ૩ દિવ્યાંગ સંચાલિત મતદાન મથક અને ૧ યુવા સંચાલિત મતદાન મથક તૈયાર કરવામાં આવશે.

Advertisement

જીલ્લામાં કુલ 21 સખી મતદાન મથકો ઉભા કરવામાં આવશે

Advertisement

૩૦-ભિલોડા મત વિસ્તાર માટે ૭૬- ભીલોડા -૫, ૮૦- ભીલોડા( માળાવાવ-૨ ), ૮૧- ભિલોડા -૧૦( ગંભીરપૂરા), ૮૫- ભિલોડા -૧૩,૮૮- માંકરોડા- ૨, ૯૧- શીલાશણ, ૧૧૩- વાંકાનેર -૩ પર સખી મતદાન મથકો તૈયાર થશે. ૩૧- મોડાસા મત વિસ્તાર માટે ૧૫૮- મોડાસા -૧૬, ૧૬૧- મોડાસા -૧૯, ૧૬૨- મોડાસા -૨૦, ૧૭૯- મોડાસા -૩૭, ૨૨૧- ફરેડી -૧, ૨૭૫- હિરાપુર કંપા, ૩૦૫- ડોલપુર -૨ પર સખી મતદાન મથકો તૈયાર થશે. તો ૩૨- બાયડ મત વિસ્તાર માટે ૨૧- મેડી ટીબા , ૨૪ – ગોવિંદપુર, ૧૮૫- બાયડ-૪, ૧૮૯- બાયડ- ૮, ૧૯૩- બાયડ- ૧૨, ૨૭૫- આલવા કંપા, ૨૮૦ – વાત્રક પર સખી મતદાન મથકો તૈયાર થશે. એમ જિલ્લામાં કુલ ૨૧ સખી સંચાલિત મતદાન મથકો તૈયાર કરવામાં આવશે.

Advertisement

સખી મતદાન મથકની ખાસીયતો વાંચો…!!
તિરંગા થીમ પર આધારીત મંડપ,મતદાન કરનાર મહિલા મતદારને વેજીટેબલ બીજનું વિતરણ
પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા, બેસવા માટે સોફાની વ્યવસ્થા,રંગબેરંગી કલરના રીબીન તથા ફુગ્ગાથી રૂમની સજાવટ ,વ્હીલચેરની વ્યવસ્થા, નાના બાળકો માટે ઘોડીયા તથા રમતગમતના સાધનોની વ્યવસ્થા

Advertisement

યુવાનોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા 137-કિશોરપુરા ખાતે યુવા સંચાલિત એક મતદાન મથક તૈયાર કરવામાં આવશે યુવા સંચાલિત મતદાન મથક તિરંગા થીમ પર આધારીત મંડપથી સજ્જ કરવામાં આવશે તેમજ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા, બેસવા માટે સોફાની વ્યવસ્થારંગબેરંગી કલરના રીબીન તથા ફુગ્ગાથી રૂમની સજાવટ વ્હીલચેરની વ્યવસ્થા, નાના બાળકો માટે ઘોડીયા તથા રમતગમતના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે

Advertisement

દિવ્યાંગ સંચાલિત મતદાન મથકોમાં ૯૦- ધોલવાણી -૨, ૧૨૨ બાજકોટ, ૨૮૩- વાત્રક સ્ટેશન એમ કુલ ૦૩ દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો પર દિવ્યાંગો દ્વારા સમગ્ર બુથનુ સંચાલન કરવામાં આવશે.
આવી જ રીતે જિલ્લામાં કુલ 03 આદર્શ મતદાન મથકો તૈયાર કરવાનું આયોજન છે. જેમાં ૭૩- ભીલોડા -૨, ૨૦૮ ભેરુન્દ્રા, ૨૯૮ માધવકંપા ખાતે આદર્શ મતદાન મથકો તૈયાર કરવામાં આવશે.

Advertisement

આદર્શ મતદાન મથકની ખાસીયતો વાંચો…!!

Advertisement

લાલ કિલ્લાની પ્રતિકૃતિવાળો ગેટ,પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા, બેસવા માટે સોફાની વ્યવસ્થા,રંગબેરંગી કલરના રીબીન તથા ફુગ્ગાથી રૂમની સજાવટ,વ્હીલચેરની વ્યવસ્થા, નાના બાળકો માટે ઘોડીયા તથા રમતગમતના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે

Advertisement

જીલ્લામાં ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો કેવા હશે વાંચો..!!
ઇકો ફ્રેન્ડલી મતદાન મથકમાં ગ્રીન કલરનો મંડપ ,મતદાન મથકને કેળના પાનનો ગેટ,પીવાના પાણી માટે માટલાની વ્યવસ્થા ,મતદાન કરનાર તમામ મતદારોને ફૂલ છોડના રોપાનું વિતરણ ,નાના બાળકો માટે રમતગમતના સાધનોની વ્યવસ્થા ,મતદારને બેસવા માટે ખાટલાની વ્યવસ્થા ,વ્હીલચેરની વ્યવસ્થા

Advertisement

આ રીતે સમગ્ર જિલ્લાની તમામ વિધાનસભા મતદાન બેઠકો પર વિશિષ્ટ પ્રકારના મતદાનબુથ તૈયાર કરીને વધુમાં વધુ લોકોને મતદાન કરવાની પ્રેરણા આપવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!