33 C
Ahmedabad
Sunday, May 19, 2024

Maharashtra : શ્રીવર્ધનના દરિયા કિનારેથી 2 શંકાસ્પદ બોટ, AK-47 અને કારતૂસ મળી આવ્યા


મહારાષ્ટ્રના દરિયામાં સુરક્ષા જવાનોને મોટી સફળતા મળી છે. અહીં રાયગઢ જિલ્લા નજીક શ્રીવર્ધનના દરિયા કિનારે બે શંકાસ્પદ બોટ મળી આવી છે. બોટમાંથી એકે-47 અને જીવતા કારતુસ મળી આવ્યા છે.

Advertisement

રાયગઢ જિલ્લામાં બે શંકાસ્પદ બોટ શંકાસ્પદ સંજોગોમાં મળી આવતાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. હાલમાં સુરક્ષા એજન્સીઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે હરિહરેશ્વર બીચ પર એક અજાણી બોટ અને રાયગઢ જિલ્લાના ભરડખોલ ખાતે લાઈફ બોટ મળી આવી છે જોકે બંનેમાં કોઈ હાજર નહોતું. આ અંગે કોસ્ટ ગાર્ડ અને મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડને જાણ કરવામાં આવી હતી. માહિતી બાદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં હરિહરેશ્વર બીચ પાસે એક બોટમાંથી ત્રણ AK 47 રાઈફલ, વિસ્ફોટક અને જીવતા કારતૂસ મળી આવ્યા છે. હથિયારોનો મોટો જથ્થો મળી આવતાં રાજ્ય પોલીસે જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. રાયગઢના એસપી અશોક ધુધેએ હરિહરેશ્વર બીચ પાસે બોટમાંથી AK 47 મળી આવવાની પુષ્ટિ કરી હતી. આ બોટ સ્પીડ બોટ હતી કે અન્ય કોઈ બોટ તે અંગે તેણે અન્ય કોઈ માહિતી શેર કરી ન હતી. તેમણે કહ્યું કે તપાસ ચાલી રહી છે.

Advertisement

Advertisement

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઝડપાયેલી બોટ ઓસ્ટ્રેલિયાની છે. સૂત્રોએ માહિતી આપી હતી કે હોડી પરના લોકોએ હરિહરેશ્વર બીચ નજીક તેમના પ્રવેશ અંગે કોસ્ટ ગાર્ડને જાણ કરી ન હતી. આ સ્થળ મુંબઈથી લગભગ 200 કિમી અને પુણેથી 170 કિમી દૂર છે.

સ્થાનિક સાંસદ અને ધારાસભ્યએ ATS તપાસની માંગ કરી હતી

રાયગઢના સાંસદ સુનીલ તટકરેએ આતંકવાદ વિરોધી ટુકડી (ATS)ને મામલો સંભાળવા કહ્યું છે. સ્થાનિક ધારાસભ્ય અદિતિ તટકરેએ પણ એટીએસને મામલો સંભાળવા જણાવ્યું હતું. શ્રીવર્ધન (રાયગઢ)ના ધારાસભ્ય અદિતિ તટકરેએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી અનુસાર રાયગઢના શ્રીવર્ધનના હરિહરેશ્વર અને ભરડખોલ ખાતે હથિયારો અને દસ્તાવેજો લઈ જતી કેટલીક બોટ મળી આવી છે. સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. મેં સીએમ અને ડેપ્યુટી સીએમ પાસે માંગ કરી છે કે એટીએસ અથવા રાજ્યની એજન્સીની સ્પેશિયલ ટીમ તાત્કાલિક નિયુક્ત કરવામાં આવે.

Advertisement

ATS ચીફે કહ્યું- અમે મામલાને તમામ એંગલથી જોઈ રહ્યા છીએ
એટીએસ વડા વિનીત અગ્રવાલે કહ્યું કે તેઓ આ મામલાને આતંકવાદી દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, અમે તેને આતંકવાદી દ્રષ્ટિકોણથી પણ જોઈ રહ્યા છીએ. આ બોટ ઓમાનમાં રજીસ્ટર્ડ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Advertisement

ATS ચીફ વિનીત અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, “તે એક સત્તાવાર બોટ હોવાનું જણાય છે જેની અમે તપાસ કરી રહ્યા છીએ. તે આતંકવાદના હેતુ માટે પણ હોઈ શકે છે. તે અન્ય દેશમાંથી હોઈ શકે છે. અમે તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ.”

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!